TVSના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં સર્જાઈ ખામી! કંપનીએ રિકોલ કર્યા હજારો સ્કૂટર, આમા તમારું તો નથી ને ?

|

Jun 08, 2024 | 5:49 PM

જો તમારી પાસે પણ TVS iQube ઈલેક્ટ્રિક સ્કૂટર છે, તો તમારા મનમાં ઘણા સવાલો ચાલી રહ્યા હશે કે કંપની શા માટે આ સ્કૂટરને રિકોલ કરી રહી છે ? આ સિવાય કયા મોડલ્સમાં સમસ્યા છે ? ચાલો તમારા મનમાં ઉદ્ભવતા આ બધા પ્રશ્નોના જવાબ જણાવી દઈએ.

TVSના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં સર્જાઈ ખામી! કંપનીએ રિકોલ કર્યા હજારો સ્કૂટર, આમા તમારું તો નથી ને ?
TVS Electric Scooter

Follow us on

TVS મોટરના ફેમસ ઇલેક્ટ્રિક સ્કૂટર TVS iQube રિકોલ કરવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે પણ TVS કંપનીનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર છે, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કંપનીનું કહેવું છે કે TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરને પ્રોએક્ટિવ ઇન્સ્પેક્શન માટે રિકોલ કરવામાં આવી રહ્યું છે.

જો તમારી પાસે પણ TVS iQube ઈલેક્ટ્રિક સ્કૂટર છે, તો તમારા મનમાં ઘણા સવાલો ચાલી રહ્યા હશે કે કંપની શા માટે આ સ્કૂટરને રિકોલ કરી રહી છે ? આ સિવાય કયા મોડલ્સમાં સમસ્યા છે ? ચાલો તમારા મનમાં ઉદ્ભવતા આ બધા પ્રશ્નોના જવાબ જણાવી દઈએ.

કયા TVS iQube સ્કૂટર્સને રિકોલ કરવામાં આવી રહ્યા છે ?

કંપનીએ કહ્યું કે 10 જુલાઇ, 2023 અને 9 સપ્ટેમ્બર, 2023 વચ્ચે ઉત્પાદિત ઇલેક્ટ્રિક સ્કૂટર્સને રિકોલ કરવામાં આવી રહ્યા છે. TVSનું કહેવું છે કે કંપની જે સ્કૂટર્સને રિકોલ કર્યા બાદ કંપની પાસે આવશે તેની બ્રિજ ટ્યુબનું પરીક્ષણ કરશે. આ ટેસ્ટિંગ કરવા પાછળનો હેતુ એ જાણવાનો છે કે સ્કૂટરનું હેન્ડલિંગ સારું છે કે નહીં.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જો કંપનીને ટેસ્ટિંગ દરમિયાન કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો કંપની ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ લીધા વિના મફતમાં સમસ્યાનું નિરાકરણ કરશે. TVS મોટરનું કહેવું છે કે કંપની અને કંપની સાથે જોડાયેલા ડીલરો ગ્રાહકોનો સંપર્ક કરશે.

TVS iQube વેરિયન્ટ્સ

ગયા મહિને TVS એ આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું નવું વર્ઝન લોન્ચ કર્યું હતું, જેની કિંમત 94 હજાર 999 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ સ્કૂટર હવે ત્રણ મોડલ iQube, iQube S અને iQube STમાં આવે છે.

TVSનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર TVS iQube 2.2kWh, iQube ST 3.4 kWh, iQube S 3.4 kWh, iQube 5.1 kWh ST અને iQube 3.4 kWh સિવાય પાંચ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. 2.2kWh વેરિઅન્ટ 75 કિલોમીટર સુધીની રેન્જ, 3.4kWh વેરિઅન્ટ 100 કિલોમીટર સુધી અને 5.1kWh વેરિઅન્ટ 150 કિલોમીટર સુધીની રેન્જ આપે છે.

Next Article