ટાટા મોટર્સે પોતાની લોકપ્રિય હેચબેક કાર Tata Tiago 2026 નવા અપડેટેડ અવતારમાં ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ આ કારને વધુ સુરક્ષિત, આધુનિક અને ફીચર લોડેડ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ વાત એ છે કે Tiago હવે પેટ્રોલ, CNG અને EV ત્રણેય પાવરટ્રેન વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
નવી Tiagoમાં અનેક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેમાં 6 એરબેગ, 360 ડિગ્રી કેમેરા, વાયરલેસ ચાર્જિંગ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.
કંપનીએ Tata Tiago 2026ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 4.69 લાખ રૂપિયા રાખી છે. આ કિંમત કારના બેઝ વેરિઅન્ટ માટે છે.
કંપનીએ EV વર્ઝનને Battery as a Service (BaaS) મોડલ હેઠળ પણ રજૂ કર્યું છે, જેમાં કારની અસરકારક શરૂઆતની કિંમત 4.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
સુરક્ષાને વધુ પ્રાથમિકતા
ટાટા મોટર્સે નવી Tiagoને પહેલાં કરતાં વધુ સેફ બનાવવાનો દાવો કર્યો છે. કારમાં હવે 6 એરબેગ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. સાથે જ કારની બોડીમાં હાઈ સ્ટ્રેન્થ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી અકસ્માત સમયે વધુ સુરક્ષા મળી શકે. કંપનીએ લોન્ચ દરમિયાન કારના ડ્યુઅલ ઈમ્પેક્ટ ક્રેશ ટેસ્ટનું ડેમો પણ રજૂ કર્યું હતું, જેમાં કારની સુરક્ષા ક્ષમતા દર્શાવવામાં આવી હતી.
નવી Tiagoમાં ઘણા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે.
• 360 ડિગ્રી કેમેરા
• વાયરલેસ ચાર્જિંગ
• બ્લૂટૂથ કનેક્ટિવિટી
• ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
• AMT વર્ઝનમાં પેડલ શિફ્ટ
• ક્રૂઝ કંટ્રોલ
કંપનીનું કહેવું છે કે કારને ભારતીય રસ્તાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેથી ખરાબ રસ્તાઓ પર પણ સરળતાથી ચલાવી શકાય.
Tiago EVને પણ નવા અપડેટ્સ સાથે રજૂ કરવામાં આવી છે. કંપનીએ EV ખરીદદારોમાં રહેલી “રેન્જ એન્ઝાયટી” ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.
• બેટરી પર લાઈફટાઈમ વોરંટી
• ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
• માત્ર 30 મિનિટમાં ચાર્જિંગ
• મલ્ટિપલ ચાર્જિંગ વિકલ્પો
નવી Tiagoમાં 1.2 લિટર થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 86 HP પાવર જનરેટ કરે છે.
જ્યારે CNG વર્ઝનમાં આ એન્જિન 75.5 HP પાવર આપે છે. કાર મેન્યુઅલ તેમજ AMT ગિયરબોક્સ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.
ભારતીય બજારમાં Tata Tiago 2026નો સીધો મુકાબલો
• Maruti Suzuki WagonR
• Maruti Celerio
• Hyundai Grand i10
જેવી કારના મોડલ્સ સાથે રહેશે.