ના વેગનઆર, ના ક્રેટા…આ બની ભારતની નંબર-1 કાર, જાણો ટોપ-3માં કઈ કાર છે

|

Aug 25, 2024 | 7:51 PM

ભારતની બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ અગાઉ મારુતિ સુઝુકી વેગનઆર પાસે હતો. જો કે હવે Tata Punch એ આ ખિતાબ જીતી લીધો છે. આ માત્ર ટાટાની સૌથી સસ્તી SUV કાર નથી, પરંતુ દેશની સૌથી સસ્તી SUV કારમાં પણ સામેલ છે. ટાટા પંચ તેની હાઈ સેફ્ટી ફીચર્સ માટે જાણીતી છે, તેથી તેની માંગ વધુ જોવા મળી રહી છે.

ના વેગનઆર, ના ક્રેટા...આ બની ભારતની નંબર-1 કાર, જાણો ટોપ-3માં કઈ કાર છે
Tata Punch

Follow us on

લોકો જ્યારે કાર ખરીદવાનો પ્લાન બનાવે છે, ત્યારે તેમના બજેટને ધ્યાનમાં રાખીને કાર ખરીદતા હોય છે, પરંતુ હવે કિંમતની સાથે-સાથે સેફ્ટી પણ લોકોના મગજમાં રહે છે. ટાટા પંચ 5 સ્ટાર સેફ્ટી રેટેડ કાર હવે ભારતની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. તેણે મારુતિ સુઝુકીની વેગનઆર જેવી કારને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. વેગનઆર બીજા સ્થાને છે, જ્યારે હ્યુન્ડાઈ ક્રેટા ત્રીજા સ્થાને છે.

ભારતની બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ અગાઉ મારુતિ સુઝુકી વેગનઆર પાસે હતો. જો કે હવે Tata Punch એ આ ખિતાબ જીતી લીધો છે. આ માત્ર ટાટાની સૌથી સસ્તી SUV કાર નથી, પરંતુ દેશની સૌથી સસ્તી SUV કારમાં પણ સામેલ છે. ટાટા પંચ તેની હાઈ સેફ્ટી ફીચર્સ માટે જાણીતી છે, તેથી તેની માંગ વધુ જોવા મળી રહી છે.

Tata Punch બની નંબર-1

2024માં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે ટાટા પંચના લગભગ 1.26 લાખ યુનિટ્સનું વેચાણ થયું છે. આ સંદર્ભમાં તે ભારતની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. તે માત્ર ઓછા બજેટમાં જ નથી આવતી પણ ક્રેશ ટેસ્ટમાં પણ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે આવે છે. કિંમતની વાત કરીએ તો ટાટા પંચની એક્સ-શોરૂમ કિંમત 6.13 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

ભારતની ટોપ-3 કાર

Tata Punch વેચાણની દ્રષ્ટિએ દેશની નંબર 1 કાર છે. મારુતિ સુઝુકી વેગનઆર બીજા સ્થાને છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે લગભગ 1.16 લાખ યુનિટ્સનું વેચાણ થયું છે. પંચ પહેલા વેગનઆર ભારતની સૌથી વધુ વેચાતી કાર હતી. Hyundai Creta 1.09 લાખ યુનિટના વેચાણ સાથે ત્રીજા સ્થાને છે. જે દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો મોંઘી એસયુવી ખરીદવામાં પાછળ નથી.

શા માટે Tata Punch શ્રેષ્ઠ ?

Tata Punchની ખાસ વાત એ છે કે તમને માત્ર ઓછી કિંમત અને શાનદાર ફીચર્સ જ નહીં, પરંતુ તમને ઘણા વિકલ્પો પણ મળે છે. તમે તેને પેટ્રોલ, CNG અને ઇલેક્ટ્રિક વર્ઝનમાં પણ ખરીદી શકો છો. જેઓ પરિવાર માટે બજેટમાં આવતી સેફ્ટી કાર ખરીદવા માંગે છે, તેમના માટે Tata Punch એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

Published On - 7:50 pm, Sun, 25 August 24

Next Article