
વર્લ્ડ કપની મેચ દરમિયાન આપણે બધાને ક્રિકેટના મેદાનમાં ટીમ ઈન્ડિયાના ઝડપી બોલરોનું એક અલગ જ પ્રદર્શન જોવા મળ્યું છે. આજે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહની જોરદાર બોલિંગની ચર્ચા દરેકની જીભ ઉપર છે. પરંતુ આ ત્રણેય ઝડપી બોલરો માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં, પરંતુ રસ્તા પર પણ પોતાની ઝડપનું સ્ટેટસ જાળવી રહ્યા છે. જો તમે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહનુ કાર કલેક્શન જોશો તો તમે આશ્ચર્ય પામશો. અહીં અમે તમને ભારતીય ઝડપી બોલર્સ મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહના કાર કલેક્શન વિશે જણાવીશું જેની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે.
જસપ્રિત બુમરાહના કાર કલેક્શન વિશે વાત કરીએ તો, તેની પાસે 10 લાખ રૂપિયાની મારુતિ ડિઝાયરથી લઈને 2.15 કરોડ રૂપિયાની કિંમતની નિસાન જીટી-આર છે. આ તમામ કાર તેના ગેરેજમાં પાર્ક છે. આ સિવાય બૂમ-બૂમ બુમરાહ પાસે રૂ. 13 લાખની કિંમતની ટોયોટો ઈટિયોસ અને 93 લાખની એક્સ શો રૂમ કિંમત ધરાવતી રેંજ રોવર વેલાર પણ છે.
વર્લ્ડ કપની સેમીફાઈનલમાં એકલા હાથે 7 વિકેટ લેનાર ઝડપી બોલર મોહમ્મદ શમી પાસે એફ-ટાઈપ સ્પોર્ટ્સ જગુઆર કાર છે. આ કારની કિંમત આશરે 98.13 લાખ રૂપિયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જગુઆર એફ ટાઈપ કાર ભારતમાં ત્રણ મોડલમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 98.13 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 1.53 કરોડ રૂપિયા સુધીની હોય છે. આ સિવાય શમી પાસે રોયલ એન્ફિલ્ડ કોન્ટીનેટલ જીટી 650 બાઇક પણ છે. ભારતમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત રૂપિયા 3.39 લાખ છે.
Some journeys need no roads, Only willing hearts #mdshami #mdshami11 #jaguar #countryroads #villagelife #myroots pic.twitter.com/InRNAJtpPl
— (@MdShami11) January 8, 2023
જો મોહમ્મદ સિરાજના કાર કલેક્શનની વાત કરીએ તો આ મામલે તેમની સ્ટાઇલ એકદમ રોયલ છે. સિરાજના કાર કલેક્શનમાં તમને બીએમ ડબલ્યું, મર્સિડીઝ, ટોયોટા અને મહિન્દ્રા થાર જેવી શાનદાર લક્ઝુરીયસ કાર જોવા મળશે.
સિરાજની બીએમડબલ્યુ 5 સિરીઝ સીડાનની કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત રૂપિયા 68.90 લાખ છે. મોહમ્મદ સિરાજે તેની પ્રીમિયમ કારના લુકમાં ફેરફાર કરીને તેને વધુ રોયલ લુક આપ્યો છે. મોહમ્મદ સિરાજે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સફેદ રંગની મહિન્દ્રા થારનો ફોટો પણ શેર કર્યો છે. આ ઓલ-વ્હાઈટ મહિન્દ્રા થારની કિંમત રૂપિયા 10.98 થી 16.94 લાખ છે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો