Ola Electricને લાગ્યો મોટો ઝટકો, ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ લગભગ અડધું થયું

|

Sep 07, 2024 | 4:56 PM

ઓગસ્ટમાં વાહનોના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર કંપનીઓએ પણ ગયા મહિને ઘણો ઓછો નફો કર્યો છે. તો Olaના ઈલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કેટલો ઘટાડો નોંધાયો છે.

Ola Electricને લાગ્યો મોટો ઝટકો, ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ લગભગ અડધું થયું
Ola Electric
Image Credit source: Ola

Follow us on

ઓગસ્ટમાં ઓટોમોબાઈલ કંપનીઓના તમામ વિભાગોમાં વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. ટુ-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના ઓછા વેચાણે ઓટો કંપનીઓની કમર તોડી નાખી હતી, જોકે બસ અને ટેમ્પો જેવા પેસેન્જર વાહનોએ બજારને અમુક અંશે નિયંત્રણમાં રાખ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ સ્થિર રહ્યું છે અથવા તો તેમના વેચાણમાં નજીવો ઘટાડો થયો છે. આ કેટેગરીમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર કંપનીઓએ પણ ગયા મહિને ઘણો ઓછો નફો કર્યો છે.

ઓગસ્ટમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સના ડેટા અનુસાર ઓગસ્ટમાં ટુ-વ્હીલરનું વેચાણ 88,472 નોંધાયું હતું, જ્યારે જુલાઈમાં આ આંકડો 1,07,000 હતો.

Ola EVના વેચાણમાં સૌથી મોટો ઘટાડો

ઓલા ઈલેક્ટ્રીકમાં તમામ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓની સરખામણીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઓલા ઈલેક્ટ્રિકના વેચાણના આંકડા ઓગસ્ટમાં 35 ટકા ઘટ્યા હતા, જ્યારે જુલાઈમાં કંપનીએ 27,517 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઓગસ્ટ મહિનામાં TVS મોટર્સના વેચાણમાં પણ 10%નો ઘટાડો નોંધાયો હતો. કંપનીએ જુલાઈમાં 19,486 સ્કૂટર વેચ્યા હતા પરંતુ ઓગસ્ટમાં તેનું વેચાણ ઘટીને 17,543 થઈ ગયું હતું. બજાજ ઓટોના વેચાણમાં મહિના દર મહિને 5% નો નજીવો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ કુલ 16,706 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

Ather Energyના વેચાણમાં તેજી

જ્યારે તમામ મોટી ઓટો કંપનીઓના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે એકમાત્ર ઓટો કંપની એથર એનર્જીએ ઓગસ્ટ મહિનામાં તેની સફળતાની ઉજવણી કરી હતી. કંપનીએ 10,830 યુનિટ્સનું વેચાણ કરીને તેના વેચાણમાં 7 ટકાનો વધારો કર્યો છે. જોકે, નિષ્ણાતોના મતે સપ્ટેમ્બર મહિનામાં બજાજ ઓટો, ટીવીએસ અને એથર એનર્જીના વેચાણમાં ઉછાળો જોવા મળી શકે છે.

Next Article