
હાલમાં ભારતમાં ઘણી એવી ઓટો કંપનીઓ છે જેણે ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. ટાટા મોટર્સ હાલમાં ઇલેક્ટ્રિક ફોર વ્હીલર સેગમેન્ટમાં ઘણું વર્ચસ્વ ધરાવે છે, પરંતુ એક એવી ગાડી છે જે ટાટા ટિયાગો EV અને મહિન્દ્રા XUV400 ઇલેક્ટ્રિક વાહનો કરતાં ઘણી સસ્તી છે. એટલું જ નહીં આજે અમે તમને જે ગાડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક ગાડીઓમાંથી એક છે.
આ ઈલેક્ટ્રિક કારનું નામ MG Comet EV છે, જો કે આ કારની સાઈઝ ‘નાની’ છે પરંતુ તેમ છતાં આ કાર ગ્રાહકોને ઓછી કિંમતમાં અનેક શાનદાર ફીચર્સ આપે છે.
MG મોટર્સની આ ‘ચુટકુ’ ઇલેક્ટ્રિક કારની કિંમત 6 .98 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી 9.36 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. રિપોર્ટ્સ અનુસાર મે મહિનામાં આ ઈલેક્ટ્રિક કારના 1200 યુનિટ વેચાયા હતા.
આ ઇલેક્ટ્રિક કારને 3.3kW ચાર્જરની મદદથી 0 થી 100 ટકા સુધી ફુલ ચાર્જ થવામાં લગભગ 7 કલાક લાગે છે. તો 7.4kW ચાર્જરની મદદથી આ કાર 3.5 કલાકમાં 0 થી 100 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. કંપનીનો દાવો છે કે આ કાર ફૂલ ચાર્જ પર 230 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.
MG મોટરની આ ઇલેક્ટ્રિક કારમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન છે, આ સાથે આ કાર વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ સિવાય આ કનેક્ટેડ કાર iSmart ટેક્નોલોજીથી સજ્જ છે જે 55 થી વધુ સ્માર્ટ ફીચર્સ આપે છે.
બીજી તરફ, ટાટા મોટર્સની સૌથી સસ્તી અને ફેમસ કાર ઇલેક્ટ્રિક Tiagoની કિંમત 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ કાર સાથે ગ્રાહકોને ફુલ ચાર્જ પર 315 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ મળે છે. આ કારના ટોપ વેરિઅન્ટની કિંમત 11,89,000 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.