એલર્ટ ! આ ઇલેક્ટ્રિક કારમાં લાગી શકે છે આગ, બેટરીમાં સર્જાઈ ખામી, કંપનીએ રિકોલ જાહેર કર્યું

|

Mar 27, 2024 | 9:29 PM

રિકોલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ કારના બેટરી પેક, જે 1 માર્ચ 2018 અને 31 માર્ચ 2018 વચ્ચે ઉત્પાદિત કરવામાં આવ્યા હતા, તેમના બેટરી કોષોમાં શોર્ટ સર્કિટ માટે વધુ સંવેદનશીલતા છે. જ્યારે બેટરી ચાર્જ લેવલ 85 ટકાથી વધી જાય ત્યારે શોર્ટ સર્કિટનું જોખમ વધી જાય છે.

એલર્ટ ! આ ઇલેક્ટ્રિક કારમાં લાગી શકે છે આગ, બેટરીમાં સર્જાઈ ખામી, કંપનીએ રિકોલ જાહેર કર્યું
Jaguar I Pace EV

Follow us on

Jaguarએ બેટરીમાં આગ લાગવાના જોખમને કારણે I-Pace EVને રિકોલ કરી છે. પરંતુ, કંપની પાસે હજુ સુધી તેનો ઉકેલ નથી. Jaguarએ તેની ઇલેક્ટ્રિક કાર I-Pace માટે USમાં પ્રથમ રિકોલ જાહેર કર્યું છે, જે વૈશ્વિક બજારમાં સૌપ્રથમ લોંગ-રેન્જ ઇલેક્ટ્રિક વાહનોમાંની એક છે. બ્રિટિશ લક્ઝરી કાર કંપનીએ બેટરીમાં આગ લાગવાના જોખમને કારણે રિકોલ જાહેર કર્યું છે.

રસપ્રદ વાત એ છે કે આ ઇલેક્ટ્રિક કાર માટે સતત રિકોલ જાહેર કરવામાં આવી રહ્યું છે. અગાઉ ટાટા મોટર્સની માલિકીની કાર નિર્માતાએ સોફ્ટવેર અપડેટ લાગુ કરવા માટે ગયા વર્ષે US માર્કેટમાં વેચાયેલા I-Pace EVના લગભગ 6,400 યુનિટ પાછા બોલાવ્યા હતા.

કંપની પાસે હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી

Jaguar I-Pace ઈલેક્ટ્રિક કારના 2019 અને 2024 વચ્ચે બનેલ ઈવીને અસર થઈ છે. કેટલીક કારને નવા બેટરી એનર્જી કંટ્રોલ મોડ્યુલની પણ જરૂર હતી. ઓટોમેકરે એમ પણ કહ્યું હતું કે જો કોઈ વાહનને નવા બેટરી પેકની જરૂર હોય તો તેનું મેન્ટેનન્સ મફતમાં કરવામાં આવશે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

હવે નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રિકોલ નિમ મુજબ 2019 Jaguar I-Pace EV ના 258 યુનિટ યુએસમાંથી પાછા મંગાવવામાં આવ્યા છે. આ કાર ઘણી તકનીકી સમસ્યાઓમાંથી પસાર થઈ રહી છે, જે થર્મલ ઓવરલોડનું જોખમ વધારી શકે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જગુઆર પાસે આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી.

બેટરીમાં લાગી શકે છે આગ

NHTSA રિકોલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જગુઆર I-Pace બેટરી પેક, જે 1 માર્ચ 2018 અને 31 માર્ચ 2018 વચ્ચે ઉત્પાદિત કરવામાં આવ્યા હતા, તેમના બેટરી કોષોમાં શોર્ટ સર્કિટ માટે વધુ સંવેદનશીલતા છે. જ્યારે બેટરી ચાર્જ લેવલ 85 ટકાથી વધી જાય ત્યારે શોર્ટ સર્કિટનું જોખમ વધી જાય છે. આનો અર્થ એ છે કે જો 2019 Jaguar I-Pace 85 ટકાથી વધુ ચાર્જ કરવામાં આવે છે, તો EVનું હાઇ-વોલ્ટેજ બેટરી પેક ધુમાડો અથવા આગ પકડી શકે છે અને મિલકતને નુકસાન પહોંચાડી શકે છે.

એલજી એનર્જી સોલ્યુશને બેટરી બનાવી છે

જેગુઆર આઇ-પેસ બેટરી પેક એલજી એનર્જી સોલ્યુશન્સ દ્વારા બનાવવામાં આવે છે, જે શેવરોલે બોલ્ટ ઇવી અને હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક માટે બેટરી પેક બનાવવા માટે પણ જવાબદાર હતી. બોલ્ટ ઇવી અને કોના ઇલેક્ટ્રીક બંને પણ મોટા બેટરી પેક રિકોલનો ભાગ હતા.

Next Article