Cheap Car Deal : કાર ખરીદવી એ દરેક વ્યક્તિનું એક મોટું સપનું હોય છે, જેને પૂરું કરવા માટે તે પોતાની કમાણીના અમુક ભાગની બચત કરતો હોય છે. તેથી કાર ખરીદવા માટે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ યોગ્ય સમયે અને યોગ્ય સ્થળેથી કાર ખરીદવાથી તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને જણાવીશું કે જો તમે Mahindra Thar ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે.
આ પણ વાંચો Cheap Car Deal : રાજસ્થાન કરતા ગુજરાતમાં સસ્તી મળે છે TATA Punch કાર, જાણો કેટલો થશે ફાયદો
જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને Mahindra Thar કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં Mahindra Thar ખરીદવાથી તમને રુપિયા 1 લાખ સુધીનો ફાયદો થઈ શકે છે.
જો તમે Mahindra Thar કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Mahindra Thar (ડીઝલ)ના બેઝ મોડલની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 11.78 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના જાંબુઆમાં આજ કારની પ્રાઇસ 12.42 લાખ રૂપિયા છે. તેથી જો તમે Mahindra Tharનું બેઝ મોડલ તમે મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.64 હજારનો ફાયદો થશે.
Mahindra Tharના બેઝ મોડલને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.64 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Mahindra Tharના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Mahindra Tharના (ડીઝલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 18.87 લાખ રૂપિયા છે. જ્યારે મધ્યપ્રદેશના જાંબુઆમાં ટોપ મોડલની પ્રાઇસ 19.88 લાખ રૂપિયા છે. તેથી જો તમે Mahindra Tharનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તેમાં તમને રૂપિયા 1 લાખ સુધીનો ફાયદો થશે.
Published On - 1:14 pm, Thu, 3 August 23