શું તમારી કાર કે બાઈકનો મેમો તો નથી આવ્યો ને ? ઘરે બેઠા આ રીતે કરો ચેક

|

Sep 15, 2024 | 5:38 PM

ટ્રાફિક પોલીસ અથવા ઓટોમેટિક કેમેરાએ આપણા વાહનનો મેમો ઈશ્યુ કર્યો છે કે નહીં, તમને આ સંબંધિત કોઈ શંકા થાય છે, ત્યારે તમે તેને ઓનલાઈન ઘરે બેઠા પણ ચેક કરી શકો છો, કેવી રીતે ચેક કરવું તેના વિશે આ લેખમાં અમે તમને જણાવીશું.

શું તમારી કાર કે બાઈકનો મેમો તો નથી આવ્યો ને ? ઘરે બેઠા આ રીતે કરો ચેક
Challan
Image Credit source: Getty Images

Follow us on

ઘણીવાર રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે આપણને લાગે છે કે ટ્રાફિક પોલીસ અથવા ઓટોમેટિક કેમેરાએ આપણા વાહનનો મેમો ઈશ્યુ તો કર્યો નહીં હોય ને ? જ્યારે તમને આ સંબંધિત કોઈ શંકા થાય છે, ત્યારે તમારું ટેન્શન વધી જાય છે. ત્યારે તમારી કાર કે બાઈકનો મેમો આવ્યો છે કે નહીં, તે ઓનલાઈન ચેક કેવી રીતે કરવું તેના વિશે આ લેખમાં અમે તમને જણાવીશું.

આ માટે તમારે પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. તમે તમારા રાજ્ય પરિવહન વિભાગ અથવા પરિવહન સેવાની સત્તાવાર વેબસાઇટ પરથી મેમાની જાણકારી મેળવી શકો છો.

આ વેબસાઇટ પર ગયા પછી, તમને “Check Challan Status” અથવા “E-Challan Status”નો વિકલ્પ જોવા મળશે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

અહીં તમારે તમારો વાહન નંબર, ચલણ નંબર (જો તમારી પાસે હોય તો) અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કરવો પડશે.

ત્યાર બાદ કેપ્ચા કોડ કાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. આ પછી તમારા Challanનું સ્ટેટસ દેખાશે. જો Challan ઈશ્યુ કરવામાં આવ્યું હોય, તો તમને Challanની વિગતો જોવા મળશે, જેમ કે Challanની તારીખ, તે કયા કારણોસર ઈશ્યુ કરવામાં આવ્યું છે અને દંડની રકમ.

જો Challan ઈશ્યુ કરવામાં આવ્યું હોય, તો તમે ત્યાંથી ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. ચુકવણી માટે તમને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અથવા નેટ બેંકિંગનો વિકલ્પ મળશે.

આ રીતે તમે ઘરે બેઠાને તમારા વાહનના Challanની સ્થિતિ ચકાસી શકો છો અને સમયસર Challan ચૂકવી શકો છો.

Next Article