Harley Davidson X440 ભારતમાં લોન્ચ, શાનદાર ફીચર્સથી સજ્જ છે આ બાઇક, જાણો કેટલી છે કિંમત

Harley Davidson X440 Launched in India: હાર્લી ડેવિડસ(Harley Davidson)ને ભારતમાં તેની પ્રથમ પ્રીમિયમ મોટરસાઇકલ X440 લોન્ચ કરી છે. આ સૌથી સસ્તી હાર્લી ડેવિડસન બાઇક છે જે ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી છે. બાઇક પ્રેમીઓ આ વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

Harley Davidson X440 ભારતમાં લોન્ચ, શાનદાર ફીચર્સથી સજ્જ છે આ બાઇક, જાણો કેટલી છે કિંમત
Harley Davidson
| Edited By: | Updated on: Jul 04, 2023 | 3:14 PM

Harley Davidson X440 Launched in India: Hero MotoCorp સાથે મળીને Harley Davidson એ ભારતમાં તેની પ્રથમ પ્રીમિયમ મોટરસાઇકલ X440 લૉન્ચ કરી છે. સોમવારે એક લોન્ચ ઈવેન્ટમાં કંપનીએ જણાવ્યું કે Harley Davidson X440ની એક્સ-શોરૂમ કિંમત 2.29 લાખ રૂપિયા છે. આ સૌથી સસ્તી હાર્લી ડેવિડસન બાઇક છે જે ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી છે. બાઇક પ્રેમીઓ આ વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, Hero-Harleyનું આ X440 પણ તેમાં સામેલ હતું. ભારતીય બજારમાં આ બાઇક રોયલ એનફિલ્ડની બાઇક સાથે સીધી ટક્કર કરશે.

હાર્લી ડેવિડસન X440 કિંમત

હાર્લી ડેવિડસને X440ને 3 અલગ-અલગ વેરિઅન્ટ સાથે રજૂ કર્યું છે. આ Denim, Vivid અને S કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં હાર્લી-ડેવિડસનના ડીલર નેટવર્કમાં Denim કિંમત રૂ. 2.29 લાખ, Vividની કિંમત રૂ. 2.49 લાખ અને Sની કિંમત રૂ. 2.69 લાખ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Ambani and ED: અનિલ બાદ ટીના અંબાણી પણ EDની બાનમાં, મુંબઈ ઓફિસમાં પૂછપરછ ચાલુ

હાર્લી ડેવિડસન X440ની ખાસ વિશેષતાઓ

હાર્લી ડેવિડસન X440 ના ટોપ વેરિઅન્ટમાં 3.5-ઇંચ TFT સ્પીડોમીટર અને બ્લૂટૂથ કનેક્ટિવિટી છે. ઉપરાંત, તેમાં 13.5 લિટરની ફ્યુઅલ ટેન્ક, DRL સાથે LED હેડલેમ્પ, 320mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક સાથે ડ્યુઅલ ચેનલ ABS બ્રેક સ્ટાન્ડર્ડ ફિચર છે. આ સિવાય આ બાઇકના આગળના ભાગમાં 18 ઇંચ અને પાછળના ભાગમાં 17 ઇંચના ટાયર આપવામાં આવ્યા છે.

Hero MotoCorp અને Harley Davidson એ ભારતીય બજાર માટે 440X વિકસાવી છે. તેમાં 440cc સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન છે, જે 27bhp પાવર અને 38Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે આ બાઇકમાં 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આ સિવાય USD ફોર્ક અને ટ્વિન શોક એબ્સોર્બર સેટ પણ  ઉપલબ્ધ છે.

હાર્લી-ડેવિડસન X440 એન્જિન

આ બાઇકમાં 398 cc સિંગલ-સિલિન્ડર એર અને ઓઇલ-કૂલ્ડ મોટર છે. આ પાવરટ્રેન 27 Bhp પાવર અને 38 Nm પીક ટોર્ક વિકસાવે છે, જે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. તેના દેખાવ અને શક્તિના કારણે, Harley-Davidson X440 ભારતીય બજારમાં Honda H’ness CB350, Benelli Imperiale 400 અને Triumph Speed ​​400 જેવી બાઇક સાથે સ્પર્ધા કરશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો