રાજકોટમાં ધોરાજીની સ્ફુરા નદી બની ગાંડી તૂર. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદી બની ગાંડી તૂર. નદીના કોઝવે પર ફરી વળ્યા પાણી. કોઝવે પરથી ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક નદીમાં ખાબકયો. બાઇક ચાલક નદીમાં ખાબકતા સ્થાનિકોએ દોરડા વડે બાઇક ચાલકને બહાર કાઢ્યો. લોકો જીવના જોખમે કોઝ્વે પરથી કરી રહ્યા છે અવર જવર. બાઇક સાથે નદીમાં ખાબકેલ યુવાનને અને બાઇકને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો