જો તમે કાર કે બાઇકનો નથી કરાવ્યો વીમો… તો નહીં મળે પેટ્રોલ-ડીઝલ

|

Jan 27, 2025 | 6:16 PM

જો તમારી પાસે થર્ડ-પાર્ટી વીમાનો પુરાવો હોય તો જ તમે પેટ્રોલ-ડીઝલ ખરીદી શકશો અને અન્ય લાભો મેળવી શકશો. જો તમે વીમા વિના રસ્તા પર વાહન ચલાવતા પકડાશો તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. થર્ડ-પાર્ટી વીમા પોલિસીને FASTag સાથે પણ લિંક કરવી પડશે.

જો તમે કાર કે બાઇકનો નથી કરાવ્યો વીમો... તો નહીં મળે પેટ્રોલ-ડીઝલ
petrol-diesel

Follow us on

નવા નિયમો અનુસાર, તમે તમારા વાહન માટે માન્ય થર્ડ-પાર્ટી વીમા વિના પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી શકતા નથી. તમારે ફક્ત ફ્યુઅલ માટે જ નહીં, પરંતુ FASTag માટે પણ વીમાના કાગળો બતાવવા પડશે. આનો અર્થ એ થયો કે જો તમારા વાહનમાં માન્ય થર્ડ-પાર્ટી વીમા પોલિસી છે, તો તેને FASTag સાથે પણ લિંક કરવું પડશે. જો તમારી પાસે થર્ડ-પાર્ટી વીમાનો પુરાવો હોય તો જ તમે પેટ્રોલ-ડીઝલ ખરીદી શકશો અને અન્ય લાભો મેળવી શકશો. જો તમે વીમા વિના રસ્તા પર વાહન ચલાવતા પકડાશો તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે.

સરકારે વાહનો માટે ફ્યુઅલ ખરીદવા, FASTag અને પ્રદૂષણ પ્રમાણપત્ર અને લાઇસન્સ પ્રમાણપત્ર મેળવવા માટે વીમાનો પુરાવો દર્શાવવો ફરજિયાત બનાવ્યો છે.

થર્ડ પાર્ટી વીમો ફરજિયાત

  • ભારતમાં તમામ વાહનો માટે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત બની ગયો છે. આમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનો સમાવેશ થાય છે. જો તમારી પાસે કાર કે બાઇક-સ્કૂટર છે, તો તેનો વીમો કરાવવો જરૂરી છે.
  • હવે ભારતીય રસ્તાઓ પર થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે. આ માટે તમારે દંડ પણ ભરવો પડી શકે છે.
  • વીમો તમારા વાહન દ્વારા થર્ડ પાર્ટીને થયેલા નુકસાન સામે તમારું રક્ષણ કરે છે. જો તમે કોઈ અકસ્માતમાં સંડોવાયેલા છો, તો તમારો વીમો થર્ડ પાર્ટીને થયેલા નુકસાનને આવરી શકે છે.

મોટર વાહન અધિનિયમ શું કહે છે ?

મોટર વાહન અધિનિયમ મુજબ, રસ્તા પર દોડતા તમામ વાહનો પાસે થર્ડ-પાર્ટી વીમા કવરેજ હોવું આવશ્યક છે. સરકારે નવો વીમો ખરીદતી વખતે FASTag ને માન્ય થર્ડ-પાર્ટી વીમા પોલિસી સાથે લિંક કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે.

ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!
Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ
Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

આનો અર્થ એ થયો કે વાહનમાં પેટ્રોલ-ડીઝલ ભરાવતા પહેલા પેટ્રોલ પંપ પર વીમા પુરાવાની તપાસ કરવામાં આવશે. ઘણીવાર FASTag સિસ્ટમ દ્વારા બધું તપાસવામાં આવે છે. આવી સ્થિતિમાં ફાસ્ટેગમાં વીમો પણ ઉમેરવો પડશે.