ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની iVOOMi એ તહેવારોની સિઝન પહેલા ભારતીય બજારમાં ગ્રાહકો માટે એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આ સૌથી સસ્તું છે અને લાંબી ડ્રાઇવિંગ રેન્જ સાથે આવે છે. 1 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ થયેલા આ સ્કૂટરમાં ઘણા ખાસ ફીચર્સ પણ છે.
iVOOMi કંપનીના આ લેટેસ્ટ સ્કૂટરનું નામ S1 Lite છે, ત્યારે આ લેખમાં જાણીશું કે, આ સ્કૂટર તમને સિંગલ ચાર્જમાં કેટલા કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે, આ સિવાય આ સ્કૂટરમાં શું ફીચર્સ આપવામાં આવ્યા છે અને આ સ્કૂટર ખરીદવા માટે તમારે કેટલા પૈસા ખર્ચવા પડશે.
તમને આ સ્કૂટર લાઇટવેઇટ ચાર્જર અને IP67 વોટર રેઝિસ્ટન્સ બેટરી સાથે મળશે. આ સ્કૂટરની ટોપ સ્પીડ, જે રિમૂવેબલ બેટરી ઓપ્શનમાં આવે છે, તે 53 kmph છે. ડ્રાઇવિંગ રેન્જ વિશે વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક સ્કૂટર તમને સિંગલ ચાર્જમાં 180 કિલોમીટર સુધી સપોર્ટ કરશે.
આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 84,999 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તમને આ સ્કૂટર ફ્લેક્સિબલ EMI વિકલ્પોમાં મળશે, જેનો અર્થ છે કે તમે આ સ્કૂટરને EMI પર પણ ખરીદી શકશો. આ સ્કૂટર iVOOMi ડીલર્સ પાસેથી બુક કરાવી શકાય છે.
S1 Lite વેરિયન્ટમાં આપવામાં આવેલા ફીચર્સ વિશે વાત કરીએ તો, આ સ્કૂટર રૂ. 4999માં વૈકલ્પિક સ્માર્ટ ફીચર અપગ્રેડ પણ આપે છે જેમ કે, કોલ-એસએમએસ એલર્ટ, ટર્ન બાય ટર્ન નેવિગેશન.
170mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવતા આ સ્કૂટરમાં 18 લિટરની બૂટ સ્પેસ છે. તમને આ સ્કૂટર 10 ઇંચ અને 12 ઇંચ વ્હીલ ઓપ્શનમાં મળશે. આ સ્કૂટરમાં USB ચાર્જિંગ પોર્ટ, સરળ મોનિટરિંગ માટે LED ડિસ્પ્લે સ્પીડોમીટર, સવાર અને વાહન સુરક્ષા માટે 7 સ્તરની સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.