આ ઇલેક્ટ્રિક બાઇક પર મળી રહ્યું છે 30,000નું ડિસ્કાઉન્ટ, iPhone 15 અને iPad Mini જીતવાની પણ તક

|

Sep 29, 2024 | 7:14 PM

ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરના વધતા ક્રેઝ વચ્ચે આ કંપનીએ શાનદાર ઓફર્સ લાવી છે. દશેરાના તહેવારની ઓફર હેઠળ આ ઈલેક્ટ્રિક બાઇક ખરીદીને તમે રૂ. 30,000 બચાવી શકો છો. આ સાથે તમે iPhone 15, iPad Mini અને Sony હેડફોન પણ જીતી શકો છો.

આ ઇલેક્ટ્રિક બાઇક પર મળી રહ્યું છે 30,000નું ડિસ્કાઉન્ટ, iPhone 15 અને iPad Mini જીતવાની પણ તક
Oben Rorr
Image Credit source: Oben

Follow us on

ભારતમાં ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. જો તમે પણ પેટ્રોલથી છુટકારો મેળવવા માંગો છો તો તમે ઇલેક્ટ્રિક બાઇક ખરીદી શકો છો. તેને ખરીદવું પણ ફાયદાકારક રહેશે કારણ કે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ઓબેન ઈલેક્ટ્રીક શાનદાર ઓફર્સ આપી રહી છે. દશેરાના તહેવારની ઓફર હેઠળ Oben Rorr ઈલેક્ટ્રિક બાઇક ખરીદીને રૂ. 30,000 બચાવી શકો છો. આ સાથે તમે iPhone 15, iPad Mini અને Sony હેડફોન પણ જીતી શકો છો.

Oben Roar ઈલેક્ટ્રિક બાઇક શાનદાર સ્પેસિફિકેશન અને ફીચર્સ સાથે આવે છે. ઓબેનની દશેરા ઉત્સવની ઓફર 29 સપ્ટેમ્બર 2024 થી 12 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ સમય દરમિયાન તમે વિશેષ ઓફર્સ અને લાભો મેળવી શકો છો.

Oben Roar દશેરા ઓફર

આ ઓફર હેઠળ તમે 30,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે Oben Roar ખરીદી શકો છો. આ ઇલેક્ટ્રિક બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1.20 લાખ રૂપિયા છે. આ સિવાય કંપની 5 વર્ષની વધારાની વોરંટી અને iPhone 15, iPad Mini અને Sony હેડફોન જીતવાની તક આપી રહી છે.

મગનું સેવન કરવાથી થાય છે આ મેજિકલ ફાયદા
કોઈ વ્યક્તિએ ઓછામાં ઓછી કેટલી કલાક સૂવુ જોઈએ?
ગુજરાતી સિંગરની ફેશન સેન્સ બધાને પસંદ આવે છે
જો 1 મહિનો ખાંડ ખાવાનું બંધ કરી દો તો જાણો શું થશે?
આ છે દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની, જાણો TATA Steel કયા નંબર પર
સૂતા પહેલા આ પાણી પીવો, મશીન કરતા પણ ફાસ્ટ કામ કરશે પાચનતંત્ર

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ખાસ ‘દશેરા ધમાલ ડે’નું આયોજન કરશે. આમાં ગ્રાહકો ઓબેન રોર ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા પર 30,000 રૂપિયા સુધીની બચત કરી શકશે. આ સાથે બાઇકની કિંમત 90,000 રૂપિયાથી નીચે આવી જશે. આ ઈવેન્ટ 6 ઓક્ટોબરે બેંગલુરુ, દિલ્હી અને પુણેમાં યોજાશે.

Oben Roarનું પર્ફોમન્સ

તેના ફીચર્સની વાત કરીએ તો, 8-kW મોટર સાથે આ બાઇક 100 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર દોડી શકે છે. આ સિવાય તે 3 સેકન્ડમાં 0 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી ઓબેન રોર 187 કિલોમીટરનું અંતર કાપી શકે છે. તેને 2 કલાકમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.

તહેવારોની સિઝનમાં વેચાણ વધવાની ધારણા

તહેવારોની ઓફર સાથે કંપની દેશભરમાં તેની હાજરી વિસ્તારવા માંગે છે. કંપનીએ બેંગલુરુથી શરૂઆત કરી અને હવે પુણે, દિલ્હી અને કેરળમાં કામ શરૂ કર્યું છે. આ સિવાય રોર ઇલેક્ટ્રિક બાઇકની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. દશેરાના તહેવારોની ઓફર્સને કારણે રોરના વેચાણમાં વધારો થવાની શક્યતા છે.

Next Article