
ખેતર હોય કે રોડ, દરેક જગ્યાએ રખડતા પશુઓની સમસ્યા છે. રખડતી ગાયો કે આખલાઓ માત્ર ખેતરોને નુકસાન નથી પહોંચાડતા પણ ક્યારેક રસ્તા પર અકસ્માતનું કારણ પણ બને છે. આપણે દરરોજ જોઈએ છીએ કે ગાયો, બળદ કે અન્ય કોઈ પ્રાણીની ટક્કરથી અકસ્માતો થતા હોય છે. આવી સ્થિતિમાં જાન-માલના નુકસાનનો ભય રહે છે. આવા નુકસાનની ભરપાઈ કરવા માટે લોકો વાહનનો વીમો કરાવે છે. જો કે, મોટો પ્રશ્ન એ છે કે જો પ્રાણીઓ ગાડી કે અન્ય કોઈ વાહન પર હુમલો કરે અથવા કાર પ્રાણી સાથે અથડાયને નુકસાન પહોંચે તો શું વીમા કંપની તેના પૈસા ચૂકવે છે?
ભારતમાં ફરતી વખતે આપણને દરેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. ગાય, બળદ, કૂતરા અને વાનર જેવા પ્રાણીઓ રસ્તા પર જોવા મળે છે. તેઓ ઘણીવાર અકસ્માતનું કારણ બને છે અથવા વાહનો સાથે અથડાય છે. કોઈપણ નુકસાન ટાળવા માટે તમારે રક્ષણની જરૂર છે. પરંતુ પ્રાણી સાથે અથડામણ જેવા કિસ્સામાં શું વાહનને નુકસાન થાય તો તેનુ વળતર મળી શકે છેને બધાને ચિંતા હોય છે કારણ કે ક્યારેક એવું બને બે બળદો લડતા હોય અને સીધા લડતા લડતા તમારી કાર સાથે અથડાય અને કાચ તૂટે કે અન્ય કોઈ નુકસાન પહોંચે ત્યારે મોટો ખર્ચો આવી પડે. ત્યારે શું વીમા કંપની તેનુ વળતર ચૂકવશે?
ભારતમાં મોટાભાગની વીમા કંપનીઓ પ્રાણીઓના હુમલાને કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પૉલિસીમાં આવરી લે છે. જો કે, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રાણીઓ દ્વારા થતા અકસ્માતોને કવર કરતું નથી. જો તમારે નુકસાનથી બચવું હોય તો માત્ર કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પ્લાન જ ખરીદવો જોઈએ.
આના જેવી વિવિધ શરતો કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પૉલિસીમાં આવરી લેવામાં આવી છે. આવા લાભો થર્ડ પાર્ટીમા ઉપલબ્ધ નથી. કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પૉલિસી તમારા વાહનને થતા લગભગ દરેક નુકસાનને આવરી લે છે. એટલા માટે આ પોલિસી લેવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સપૂર્ણ વીમો અથવા એકંદર વીમો કહેવામાં આવે છે આ એક એવી વીમા યોજના છે, જેમાં અકસ્માતમાં થયેલા તમામ પ્રકારના નુકસાન માટે વળતર આપવામાં આવે છે. આમાં, વીમા કંપની તમારા પોતાના વાહનને થયેલા નુકસાન માટે વળતર આપે છે. આ સાથે, તમારી વીમા કંપની તમારા વાહન દ્વારા કોઈ અન્યના વાહન અથવા મિલકત અથવા શરીરને થયેલા નુકસાન માટે વળતર પણ ચૂકવે છે. આ ઉપરાંત, તમે શારીરિક ઈજાના કિસ્સામાં 15 લાખના ફરજિયાત વ્યક્તિગત અકસ્માત વીમાનો લાભ પણ મેળવી શકો છો.