Cheap Car Deal : જો તમે Volvo XC40 કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદશો તો થશે આટલા લાખનો ફાયદો

|

Oct 10, 2023 | 8:48 PM

જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એ ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે Volvo XC40 કાર ખરીદવા માગો છો, તો આ કારને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે, કારણ કે આ કાર ગુજરાતમાંથી ખરીદશો તો તમને લાખો રૂપિયા ફાયદો થશે.

Cheap Car Deal : જો તમે Volvo XC40 કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદશો તો થશે આટલા લાખનો ફાયદો
Volvo car

Follow us on

Cheap Car Deal : આજના સમયમાં મધ્યમ વર્ગના લોકો માટે પોતાની કાર (Car) ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. જેનું કારણ છે, મોંઘવારીના કારણે વધતી જતી કારની કિંમતો. વ્યક્તિ પોતાની પ્રથમ કાર ખરીદવા માટે પોતાની કમાણીના અમુક ભાગની બચત કરતો હોય છે. તો બીજી તરફ એવો વર્ગ પણ છે, જે પોતાના શોખ માટે મોંઘી મોંઘી કાર ખરીદતા હોય છે.

ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એ ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે Volvo XC40 કાર ખરીદવા માગો છો, તો આ કારને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે, કારણ કે આ કાર ગુજરાતમાંથી ખરીદશો તો તમને લાખો રૂપિયા ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Skoda Kushaq કાર ખરીદવા માગો છો, તો રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમારે Volvo XC40 કાર ખરીદવી છે, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ રૂપિયા 3.30 લાખ સસ્તી મળી રહી છે. આ ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્રનું પાડોશી રાજ્ય હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Volvo XC40 કારને ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.3.30 લાખનો થશે ફાયદો

Volvo XC40 કાર ગુજરાતમાં રૂ.3.30 લાખ સસ્તી મળી રહી છે. ત્યારે આજે અમે તમને જણાવી દઈએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ કારની કિંમત કેટલી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Volvo XC40 (પેટ્રોલ) મોડલની ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ 51.68 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના મુંબઈમાં આજ કારની પ્રાઇસ 54.98 લાખ રૂપિયા છે. તેથી જો તમે Volvo XC40 કાર મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.3.30 લાખનો ફાયદો થશે.

Volvo XC40 કારની ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઈસ

Volvo XC40 કારની મહારાષ્ટ્રના મુંબઈમાં ઓન રોડ પ્રાઈસ

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો