Cheap Car Deal : દરેક વ્યક્તિને પોતાના પરિવાર માટે એક કાર (Car) ખરીદવી એ એક સપનું હોય છે. ત્યારે આજના યુગમાં મોંધવારીના કારણે મધ્યમ વર્ગના લોકો માટે પોતાની કાર ખરીદવી મુશ્કેલ બની ગયું છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે તમારા બજેટ પ્રમાણે કાર ક્યાંથી ખરીદશો તો તમને ફાયદો થશે. જો તમે Toyota Glanza કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર તમને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં સસ્તી મળશે. ચાલો તમને જણાવી દઈએ કે આ કાર ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે.
આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Tata Safari કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો, તો થશે આટલા લાખનો ફાયદો
જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Toyota Glanza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી Toyota Glanza કાર ખરીદવાથી તમને રુપિયા 50 હજાર સુધીનો ફાયદો થશે.
જો તમે Toyota Glanza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્રની કરતા ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Toyota Glanza (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ 7.59 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના નાસિકમાં આજ કારની પ્રાઇસ 7.93 લાખ રૂપિયા છે. તેથી જો તમે Toyota Glanzaનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.32 હજારનો ફાયદો થશે.
Toyota Glanzaના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ 11.08 લાખ રૂપિયા છે. તો મહારાષ્ટ્રના નાસિકમાં Toyota Glanzaનું ટોપ મોડલ 11.58 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે Toyota Glanzaનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.50 હજારનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો