Cheap Car Deal : જો તમે Toyota Fortuner ખરીદવા માંગો છો, તો આ રાજ્યમાં મળશે સસ્તી

કાર ખરીદવા માટે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ યોગ્ય સમયે અને યોગ્ય સ્થળેથી કાર ખરીદવાથી તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને જણાવીશું કે જો તમે Toyota Fortuner ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે.

Cheap Car Deal : જો તમે Toyota Fortuner ખરીદવા માંગો છો, તો આ રાજ્યમાં મળશે સસ્તી
Toyota Fortuner
| Edited By: | Updated on: Aug 18, 2023 | 10:43 PM

Cheap Car Deal : કાર (car) ખરીદવી એ દરેક વ્યક્તિનું એક મોટું સપનું હોય છે, જેને પૂરું કરવા માટે તે પોતાની કમાણીના અમુક ભાગની બચત કરતો હોય છે. તેથી કાર ખરીદવા માટે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ યોગ્ય સમયે અને યોગ્ય સ્થળેથી કાર ખરીદવાથી તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને જણાવીશું કે જો તમે Toyota Fortuner ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : Tata Harrier કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં મળશે સસ્તી, જાણો ગુજરાતમાં કેટલી છે કિંમત

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમારે Toyota Fortuner કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં Toyota Fortuner ખરીદવાથી તમને રુપિયા 4.56 લાખ સુધીનો ફાયદો થઈ શકે છે.

Toyota Fortunerના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.3.02 લાખનો ફાયદો

જો તમે Toyota Fortuner કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Toyota Fortuner (ડીઝલ)ના બેઝ મોડલની ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ 39.59 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના નંદુરબારમાં આજ કારની પ્રાઇસ 42.79 લાખ રૂપિયા છે. તેથી જો તમે Toyota Fortunerનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.3.02 લાખનો ફાયદો થશે.

Toyota Fortunerના બેઝ મોડલની ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ

Toyota Fortuner

Toyota Fortunerના બેઝ મોડલની મહારાષ્ટ્રના નંદુરબારમાં ઓન રોડ પ્રાઇસ

Toyota Fortuner

Toyota Fortunerના ટોપ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.4.56 લાખ સુધીનો ફાયદો

Toyota Fortunerના બેઝ મોડલને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.3.02 લાખનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Toyota Fortunerના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Toyota Fortunerના (ડીઝલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ 56.49 લાખ રૂપિયા છે. જ્યારે મહારાષ્ટ્રના નંદુરબારમાં ટોપ મોડલની પ્રાઇસ 61.05 લાખ રૂપિયા છે. તેથી જો તમે Toyota Fortunerનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે ગુજરાતમાંથી ખરીદવાથી તમને રૂપિયા 4.56 લાખ સુધીનો ફાયદો થશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:14 pm, Wed, 16 August 23