Cheap Car Deal : Mahindra XUV300 રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલી છે કિંમત

|

Aug 28, 2023 | 10:14 PM

જો તમે રાજસ્થાનમાં રહો છો અને તમે Mahindra XUV300 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે.

Cheap Car Deal : Mahindra XUV300 રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલી છે કિંમત
Mahindra XUV300

Follow us on

Cheap Car Deal : મધ્યમ વર્ગના લોકોને પોતાના જીવનની પ્રથમ કાર (Car) ખરીદવી સ્વપ્ન સમાન હોય છે. કારની વધતી કિંમતોના કારણે મધ્યમ વર્ગ માટે સૌથી મોટો પ્રશ્ન બજેટનો ઉદ્ભવતો હોય છે. ત્યારે આજે અમે તમને
જણાવીશું કે તમે કાર ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. જો તમે Mahindra XUV300 ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : Kia Sonet કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે રાજસ્થાનમાં રહો છો અને તમે Mahindra XUV300 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે રાજસ્થાન કરતા ગુજરાતમાંથી Mahindra XUV300 કાર ખરીદવાથી તમને રુપિયા 1.13 લાખ સુધીનો ફાયદો થશે.

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

Mahindra XUV300ના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.80 હજારનો ફાયદો

જો તમે Mahindra XUV300 કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની કરતા ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Mahindra XUV300 (ડિઝલ)ના બેઝ મોડલની ગુજરાતના ડીસામાં ઓન રોડ પ્રાઇસ 11.40 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના સિરોહીમાં આજ કારની પ્રાઇસ 12.20 લાખ રૂપિયા છે. તેથી જો તમે Mahindra XUV300નું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.80 હજારનો ફાયદો થશે.

Mahindra XUV300ના બેઝ મોડલની ગુજરાતના ડીસામાં ઓન રોડ પ્રાઇસ

Mahindra XUV300

Mahindra XUV300ના બેઝ મોડલની રાજસ્થાનના સિરોહીમાં ઓન રોડ પ્રાઇસ

Mahindra XUV300

Mahindra XUV300ના ટોપ મોડલને કયાંથી ખરીદવાથી થશે ફાયદો

Mahindra XUV300ના (ડીઝલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના ડીસામાં ઓન રોડ પ્રાઇસ 16.43 લાખ રૂપિયા છે. તો રાજસ્થાનના સિરોહીમાં Mahindra XUV300નું ટોપ મોડલ 17.56 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે Mahindra XUV300નું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.1.13 લાખનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:00 pm, Mon, 28 August 23

Next Article