Cheap Car Deal : Mahindra Bolero કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Mahindra Bolero કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં Mahindra Bolero કાર ખરીદવાથી તમને રુપિયા 87 હજાર સુધીનો ફાયદો થશે.

Cheap Car Deal : Mahindra Bolero કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
Mahindra Bolero
| Edited By: | Updated on: Sep 27, 2023 | 4:04 PM

Cheap Car Deal : આજકાલ લોકો કાર (Car) ખરીદવાનું ખાસ પસંદ કરતા હોય છે. મધ્યમ વર્ગના લોકો માટે પોતાની કાર ખરીદવી એક સપનું હોય છે. ખાસ કરીને કારની કિંમતની વાત આવે ત્યારે બધાના મનમાં બજેટનો સવાલ ઉભો થતો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે Mahindra Bolero કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : Maruti Ertiga કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો, જાણો કેટલી છે કિંમત

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Mahindra Bolero કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં Mahindra Bolero કાર ખરીદવાથી તમને રુપિયા 87 હજાર સુધીનો ફાયદો થશે.

Mahindra Boleroના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.69 હજારનો ફાયદો

જો તમે Mahindra Bolero કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Mahindra Boleroના બેઝ મોડલની ગુજરાતના નવસારીમાં ઓન રોડ પ્રાઇસ 10.86 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના પુણેમાં આ કારની પ્રાઇસ 11.55 લાખ રૂપિયા છે. તેથી જો તમે Mahindra Boleroનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.69 હજારનો ફાયદો થશે.

Mahindra Boleroના બેઝ મોડલની ગુજરાતના નવસારીમાં ઓન રોડ પ્રાઇસ

Mahindra Boleroના બેઝ મોડલની મહારાષ્ટ્રના પુણેમાં ઓન રોડ પ્રાઇસ

Mahindra Boleroના ટોપ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.87 હજારનો ફાયદો

Mahindra Boleroનું બેઝ મોડલ તો ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે, ત્યારે તમને જણાવી દઈએ કે ટોપ મોડલને ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. Mahindra Boleroનું ટોપ મોડલ મહારાષ્ટ્રના પુણેમાં ઓન રોડ પ્રાઇસ 12.95 લાખ રૂપિયા છે. જ્યારે ગુજરાતના નવસારીમાં આ જ કારનું ટોપ મોડલ તમને 12.08 લાખમાં મળી રહ્યું છે. તેથી જો તમે Mahindra Boleroનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે ગુજરાતમાંથી ખરીદવાથી તમને રૂપિયા 87 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:33 pm, Wed, 27 September 23