Cheap Car Deal : Kia Carens કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલી છે કિંમત

જો તમે Kia Carens કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Kia Carens (ડીઝલ)ના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 14.11 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના જોઝપુરમાં આજ કારની પ્રાઇસ 15.09 લાખ રૂપિયા છે. તેથી તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે.

Cheap Car Deal : Kia Carens કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલી છે કિંમત
Kia Carens
Image Credit source: Kia
| Edited By: | Updated on: Oct 26, 2023 | 8:45 PM

Cheap Car Deal : આજના સમયમાં ભારતના લોકો 7 સીટર કાર (Car) ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે, તેથી જ આ સેગમેન્ટના વેચાણમાં સતત વધારો જોવા મળ્યો છે. હાલમાં દેશમાં ઘણી 7 સીટર કાર ઉપલબ્ધ છે. જેમાંથી એક છે Kia Carens. આ કાર 6 અને 7 સીટર પણ ઉપલબ્ધ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે Kia Carens કાર ખરીદવા માંગો છો, તો તે કયાંથી ખરીદવાથી ફાયદો થશે. આ કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી મળી રહી છે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Mahindra KUV કાર ખરીદવા માગો છો, તો મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં છે સસ્તી

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Kia Carens કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી Kia Carens કાર ખરીદવાથી તમને રુપિયા 1.49 લાખ સુધીનો ફાયદો થશે.

Kia Carensના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.98 હજારનો ફાયદો

જો તમે Kia Carens કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Kia Carens (ડીઝલ)ના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 14.11 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના જોધપુરમાં આજ કારની પ્રાઇસ 15.09 લાખ રૂપિયા છે. તેથી જો તમે Kia Carensનું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.98 હજારનો ફાયદો થશે.

Kia Carensના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ

Kia Carensના બેઝ મોડલની રાજસ્થાનના જોધપુરમાં ઓન રોડ પ્રાઇસ

Kia Carensના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Kia Carens (ડીઝલ)ના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 21.63 લાખ રૂપિયા છે. તો રાજસ્થાનના જોધપુરમાં Kia Carensનું ટોપ મોડલ 23.12 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે Kia Carensના ટોપ મોડલને પણ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.1.49 લાખનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:42 pm, Thu, 26 October 23