Cheap Car Deal : જો તમે Honda Amaze કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ રાજ્યમાં છે સસ્તી

આજે અમે તમને જણાવીશું કે જો તમે Honda Amaze કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તે કયા રાજ્યમાંથી ખરીદવાથી તમને ફાયદો થશે.

Cheap Car Deal : જો તમે Honda Amaze કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ રાજ્યમાં છે સસ્તી
Honda Amaze
| Edited By: | Updated on: Aug 20, 2023 | 11:01 PM

Cheap Car Deal : દરેક માણસને પોતાની કાર (Car) ખરીદવી એ એક સપના સમાન હોય છે. લોકો નવી કાર ખરીદવાનું વિચારે છે ત્યારે તેમના મનમાં અનેક સવાલો ઉભા થતા હોય છે. ખાસ કરીને કારના ભાવ સંબંધિત પ્રશ્નો લોકોના મનમાં ઉદ્ભવતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે Honda Amaze કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તે ક્યાંથી ખરીદવાથી તમને કેટલો ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Mahindra Scorpio કાર ખરીદવા માંગો છો, તો મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં મળશે સસ્તી

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમે Honda Amaze કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મહારાષ્ટ્ર કરતા સસ્તી મળી રહી છે. જો આ કાર તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂપિયા 49 હજાર સુધીનો ફાયદો થશે.

Honda Amazeના બેઝ મોડલની ગુજરાતમાં કિંમત 7.85 લાખ છે

જો તમે Honda Amaze કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Honda Amazeના બેઝ મોડલની ગુજરાતના નવસારીમાં ઓન રોડ પ્રાઇસ 7.85 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના નાસિકમાં આજ કારની કિંમત 8.20 લાખ રૂપિયા છે. તેથી જો તમે Honda Amazeનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.35 હજારનો ફાયદો થશે.

Honda Amaze કારની ગુજરાતના નવસારીમાં ઓન રોડ પ્રાઇસ

Honda Amaze

Honda Amaze કારની મહારાષ્ટ્રના નાસિકમાં ઓન રોડ પ્રાઇસ

Honda Amaze

Honda Amazeના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ. 49 હજારનો ફાયદો

Honda Amazeના બેઝ મોડલને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.35 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Honda Amazeના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Honda Amaze ટોપ મોડલની વાત કરીએ તો મહારાષ્ટ્રના નાસિકમાં ઓન રોડ પ્રાઇસ 11.20 લાખ રૂપિયા છે. જ્યારે ગુજરાતના નવસારીમાં આ કાર 10.71 લાખ રૂપિયામાં મળી રહી છે. તેથી જો તમે Honda Amazeનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો, તે તમે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂપિયા 49 હજારનો ફાયદો થશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો