Cheap Bike Deal : મોંઘવારીના કારણે વાહનોની (Vehicles) કિંમતમાં પણ વધારો થયો છે, તેમ છતાં લોકો ટુ વ્હીલર ખરીદવાનું પસંદ કરતા હોય છે. કારણ કે આજના સમયમાં રોજિંદા વાહનવ્યવહાર માટે બાઈક (Bike) જરૂરી બની ગયું છે. ત્યારે જો તમે નવું બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટની સમસ્યા આવી રહી છે, તો અમે તમને જણાવીશું કે કઈ જગ્યાએથી બાઈક ખરીદશો તો તમને ફાયદો થશે.
જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Honda Livo બાઈક ખરીદવા માંગો છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Honda Livo બાઈકને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ.4 હજાર સસ્તું મળશે. આ ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.
જો તમે Honda Livo બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ બાઈક મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના પૂણેમાં Honda Livo (Drum)ની ઓન રોડ પ્રાઇસ રૂ.91,146 છે. તો આ જ બાઈક ગુજરાતના નવસારીમાં તમને રૂ.87,417માં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 3729 રૂપિયાનો ફાયદો થશે.
આ જ રીતે જો તમે Honda Livoના Disc વેરિયન્ટને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદશો તો તમને 3,937 રૂપિયાનો ફાયદો થશે. ગુજરાતના નવસારીમાં Disc વેરિયન્ટની ઓન રોડ પ્રાઈસ 91,734 છે, તો મહારાષ્ટ્રના પૂણેમાં તેની કિંમત રૂ.95,671 છે. તેથી ગુજરાતમાંથી ખરીદવાથી તમને ફાયદો થશે.