Cheap Bike Deal : જો તમારે Honda Shine બાઈક ખરીદવું છે, તો મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળશે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો

જો તમારે Honda Shine બાઈક ખરીદવું છે, તો તમારા માટે આ બાઈક મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ બાઈક ખરીદવાથી તમને રૂપિયા 8 હજાર સુધીનો ફાયદો થશે

Cheap Bike Deal : જો તમારે Honda Shine બાઈક ખરીદવું છે, તો મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળશે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો
Honda Shine
| Edited By: | Updated on: Aug 05, 2023 | 2:12 PM

Cheap Bike Deal : આજના સમયમાં બાઈક (Bike) દરેકની જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે. નાના માણસથી લઈને મોટા માણસ પાસે બાઈક હોય છે. કોઈ પોતાના મોજ શોખ માટે તો કોઈ પોતાની જરૂરીયાત માટે બાઈકનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમારે Honda Shine બાઈક ખરીદવું હોય તો, તમે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. આ બાઈક તમને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Mahindra Thar ખરીદવા માંગો છો, તો આ જગ્યાએથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમારે Honda Shine બાઈક ખરીદવું છે, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ બાઈક ખરીદવાથી તમને રૂપિયા 8 હજાર સુધીનો ફાયદો થશે અને મહારાષ્ટ્ર ગુજરાત સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકશો.

Honda Shine બાઈક ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.8 હજારનો ફાયદો

જો તમે Honda Shine બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ બાઈક મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના મુંબઈમાં Honda Shine(drum)ની ઓન રોડ પ્રાઇસ રૂ. 98,671 છે. તો આ જ બાઈક ગુજરાતના વલસાડમાં તમને રૂ.90,747માં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 8 હજાર સુધીનો ફાયદો થશે.

મહારાષ્ટ્રના મુંબઈમાં Honda Shine(drum)ની ઓન રોડ પ્રાઇસ 

Honda Shine

ગુજરાતના વલસાડમાં Honda Shine(drum)ની ઓન રોડ પ્રાઇસ 

Honda Shine

Honda Shine બાઈકના કોઈપણ વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Honda Shineનું drum વેરિયન્ટ ગુજરાતમાં 8 હજાર સસ્તું મળી રહ્યું છે, ત્યારે અમે તમને જણાવી દઈએ કે Honda Shineના disk વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. મહારાષ્ટ્રના મુંબઈમાં Honda Shine(disk)ની ઓન રોડ પ્રાઇસ રૂપિયા 1.03 લાખ છે. તો આ જ બાઈક ગુજરાતના વલસાડમાં તમને રૂ.95,063માં મળી રહ્યું છે. તેથી Honda Shineના disk વેરિયન્ટને પણ ગુજરાતમાંથી ખરીદવાથી રૂ. 8 હજારનો ફાયદો થશે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો