Cheap Bike Deal : જો તમે Bajaj Avenger બાઈક રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે આટલા હજારનો ફાયદો

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Bajaj Avenger બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Bajaj Avenger street 160 બાઈક રાજસ્થાન કરતા ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. ગુજરાત રાજસ્થાનનું પાડોશી રાજ્ય હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Cheap Bike Deal : જો તમે Bajaj Avenger બાઈક રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે આટલા હજારનો ફાયદો
Bajaj Avenger
Image Credit source: Bajaj Auto
| Edited By: | Updated on: Oct 02, 2023 | 7:58 PM

Cheap Bike Deal : આજના સમયમાં રોજિંદા વાહનવ્યવહાર માટે ટુ વ્હીલર (Two wheeler) જરૂરી બની ગયું છે. દરેકના ઘરમાં ઓછામાં ઓછું એક ટુ વ્હીલર તો જોવા મળશે. જોકે, વધતી જતી વાહનોની કિંમતના કારણે સામાન્ય વ્યકિત માટે નવું વાહન ખરીદવું મુશ્કેલ બની જાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે Bajaj Avenger બાઈક ખરીદવા માગો છો, તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. આ બાઈક તમને રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તું મળશે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Volkswagen Taigun કાર ખરીદવા માંગો છો, તો મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં મળશે સસ્તી

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Bajaj Avenger બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Bajaj Avenger બાઈકને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક પર રૂ.6 હજારનો ફાયદો થશે. આ ઉપરાંત ગુજરાત રાજસ્થાનનું પાડોશી રાજ્ય હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Bajaj Avenger બાઈકની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ

Bajaj Avenger બાઈકની રાજસ્થાનના ઉદયપુરમાં ઓન રોડ પ્રાઇસ

Bajaj Avenger બાઈકને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે Bajaj Avenger બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ બાઈક રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે રાજસ્થાનના ઉદયપુરમાં Bajaj Avenger Street 160ની ઓન રોડ પ્રાઇસ રૂ.1.39 લાખ રૂપિયા છે. તો આ જ બાઈક ગુજરાતના પાલનપુરમાં તમને રૂ.1.33 લાખમાં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 6 હજાર રૂપિયાનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો