રોલ્સ રોયસની નવી ઈલેક્ટ્રિક કારની ડિઝાઈન પણ આ બ્રાન્ડની અન્ય કાર જેવી છે. આમાં એક મોટું બોનેટ અને ફાસ્ટબેક ટેલ પણ દેખાય છે. કંપનીનો દાવો છે કે તેને બનાવવામાં આધુનિક યાટ કોન્સેપ્ટમાંથી પ્રેરણા લેવામાં આવી છે. આ ઈલેક્ટ્રિક કારની લંબાઈ 5.45 મીટર છે, જ્યારે પહોળાઈ 2 મીટરથી વધુ છે. આ ઈલેક્ટ્રિક કાર ચાર દરવાજાવાળી મર્સિડીઝ ઈક્યૂએસ કરતા મોટી છે.
રોલ્સ રોયસ સ્પેક્ટર ઈલેક્ટ્રિક કાર બ્રાન્ડના આર્કિટેક્ચર ઓફ લક્ઝરી પ્લેટફોર્મ પર આધારિત છે. તેને બનાવવામાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રોલ્સ રોયસની કારમાં અત્યાર સુધીની સૌથી પહોળી ગ્રિલ આપી છે. નવી ઈલેક્ટ્રિક કારમાં રાત્રે સોફ્ટ લાઈટિંગ માટે 22 એલઈડી છે. સ્પિરિટ ઓફ એકસ્ટસી પણ એરો ટ્યુન કરવામાં આવી છે. ઉત્તમ ડિઝાઇન અને સ્ટાઈલ સાથે તે અત્યાર સુધીની સૌથી એરોડાયનેમિક રોલ્સ રોયસ કાર બની જશે. આ કાર સિંગલ ચાર્જ પર 520 કિલોમીટર ચાલી શકે છે. આ કાર માત્ર 4.5 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.
સ્પેક્ટર એ પહેલી ટૂ ડોરનું કૂપ છે જેમાં રોલ્સ રોયસે સો વર્ષોમાં 23 ઈંચના વ્હીલ્સનો ઉપયોગ કર્યો છે. કંપનીએ તેને અત્યાર સુધીની સૌથી મોટી સિંગલ બોડી પેનલ પણ આપી છે. તેનું ઈન્ટીરીયર પણ અન્ય રોલ્સ રોયસ કારથી અલગ નથી. તેની ડેશબોર્ડ પેનલ ‘સ્પેક્ટર’ નેમપ્લેટથી પ્રકાશિત છે. જે 5500 કરતાં વધુના તારા જેવા ક્લસ્ટરથી ઘેરાયેલી છે. રોલ્સ રોયસની સૌથી મોટી ઓળખ કસ્ટમાઈઝેશન છે, જે સ્પેક્ટર કારમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: કાર હો તો ઐસી: 5.5 સેકન્ડમાં 378 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે આ કાર! જુઓ વીડિયો
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો