Car Ho Toh Aisi : રમકડાંની ગાડીની જેમ આ કાર કરી શકશો કસ્ટમાઈઝ! જુઓ Video

|

Oct 10, 2023 | 9:35 PM

Car Ho Toh Aisi : Rolls Royce Cullinan કારના ડેશબોર્ડ અને સરફેસ પર ઘણી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તેની કેબીનને લક્ઝરી લુક આપી રહી છે. આ સિવાય કારમાં પાછળના મુસાફરો માટે 12-ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે 12-ઇંચ ટચસ્ક્રીન મોનિટર છે, જ્યારે કારમાં 18 સ્પીકર્સ સાથે બેસ્પોક ઓડિયો સિસ્ટમ છે.

Car Ho Toh Aisi : રમકડાંની ગાડીની જેમ આ કાર કરી શકશો કસ્ટમાઈઝ! જુઓ Video
Rolls Royce Cullinan
Image Credit source: You Tube

Follow us on

Car Ho Toh Aisi : Rolls Royce Cullinan SUVમાં 4 પેનોરેમિક કેમેરા, નાઈટ વિઝન ફંક્શન, વાઈ-ફાઈ હોટસ્પોટ, એક્ટિવ ક્રુઝ કંટ્રોલ, પેડેસ્ટ્રિયન અને વાઈલ્ડ એલર્ટ, એક એલર્ટનેસ આસિસ્ટન્ટ અને હેડ-અપ ડિસ્પ્લે વગેરે સાથે સજ્જ કરવામાં આવી છે. કારની કેબિનમાં લેધર પાવર સીટ આપવામાં આવી છે જે મસાજ ફંક્શનથી સજ્જ છે.

આ સિવાય કારના ડેશબોર્ડ અને સરફેસ પર ઘણી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તેની કેબીનને લક્ઝરી લુક આપી રહી છે. આ સિવાય કારમાં પાછળના મુસાફરો માટે 12-ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે 12-ઇંચ ટચસ્ક્રીન મોનિટર છે, જ્યારે કારમાં 18 સ્પીકર્સ સાથે બેસ્પોક ઓડિયો સિસ્ટમ છે.

એન્જિન વિશે વાત કરીએ તો કારમાં 6.75 લિટરનું V12 એન્જિન છે, જે 563 bhpનો પાવર અને 850 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારની શ્રેષ્ઠ SUV Cullinan ની કિંમત 6.95 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખી છે. રોલ્સ રોયસની આ ટોય કારમાં 1 હજારથી વધુ પાર્ટ્સ છે. રમકડાની કાર બનાવવામાં લગભગ 450 કલાકનો સમય લાગે છે, જે વાસ્તવિક કુલીનન એસયુવી બનાવવામાં લાગેલા સમય કરતાં લગભગ બમણો છે.

ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?
ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ
ભૂખ્યા પેટે આ 5 વસ્તુ ખાવાની ભૂલ ક્યારેય ન કરતાં, નિષ્ણાતોએ જણાવ્યા કારણ
ભારતથી કેનેડા કાર વડે જવું સંભવ છે ? જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ ફ્લાવર, જાણો કેમ?
Solar Power Bank : હવે સૂર્યપ્રકાશથી ચાર્જ થશે પાવર બેંક, જુઓ Video

અહીં જુઓ વીડિયો

(Video Credit: Supercar Blondie You Tube)

રોલ્સ રોયસ ટોય કારની આટલી કિંમતના ઘણા કારણો છે. કંપનીની તમામ કારની જેમ આ ટોય કાર પણ ઓર્ડરના આધારે બનાવવામાં આવી છે. રોલ્સ રોયસ કારની જેમ તેને બનાવવામાં પણ ઘણી કાળજી લેવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ટોય કારને ગ્રાહકની પસંદગી પ્રમાણે કસ્ટમાઈઝ કરવાનો વિકલ્પ પણ છે.

આ પણ વાંચો: Car Ho Toh Aisi : રોલ્સ-રોયસ કુલીનન જેવી જ લાગે છે આ કાર ! જુઓ Video

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article