Car Ho Toh Aisi : આ કાર એક હરતું ફરતું પાર્ટી પ્લેસ છે, કીંમત છે 206 કરોડ રૂપિયા, જુઓ Video

|

Oct 16, 2023 | 2:53 PM

Car Ho Toh Aisi : રોલ્સ રોયસ બોટ ટેલની કિંમત 20 મિલિયન પાઉન્ડ છે. આ કિંમત સાથે તે વિશ્વની સૌથી મોંઘી કાર બની ગઈ છે. આ 6 મીટર લાંબી ગ્રાન્ડ ટુરર છે જેમાં ગ્રાહકોને પાછળના ભાગમાં કેનોપી રૂફ અને હોસ્ટિંગ સ્યુટ મળશે. આ કારમાં ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે જેના કારણે તેની કિંમત કંપનીની કોઈપણ અન્ય કાર કરતા વધારે છે. આ કારમાં પ્રખ્યાત સ્વિસ કંપની હાઉસ ઓફ બોવેટની ખાસ કપલ ઘડિયાળ પણ આપવામાં આવી છે.

Car Ho Toh Aisi : આ કાર એક હરતું ફરતું પાર્ટી પ્લેસ છે, કીંમત છે 206 કરોડ રૂપિયા, જુઓ Video
Rolls Royce Boat Tail
Image Credit source: Rolls Royce

Follow us on

Car Ho Toh Aisi : રોલ્સ રોયસ (Rolls Royce Boat Tail) એક એવી કંપની છે જેની કારમાં ફીચર્સની કોઈ કમી નથી અને આ ફીચર્સ અન્ય કારમાં જોવા મળતા ફીચર્સ કરતા વધુ યુનિક અને લક્ઝુરિયસ છે. કંપની પોતાની કાર્સમાં એટલા બધા પ્રીમિયમ અને લક્ઝરી ફીચર્સ આપે છે કે તેની કિંમત પણ ઘણી વધી જાય છે અને આવામાં પસંદગીના ગ્રાહકો આ કાર ખરીદી શકે છે, પરંતુ હવે કંપનીએ એક એવી કાર લોન્ચ કરી છે જેની કિંમત લગભગ 206 કરોડ રૂપિયા છે. આ કારની કિંમત વિશે વાંચીને તમે કદાચ વિશ્વાસ નહીં કરો પરંતુ આ બિલકુલ સાચું છે અને આ કારમાં ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે જેના કારણે તેની કિંમત કંપનીની કોઈપણ અન્ય કાર કરતા વધારે છે.

આ કારનું નામ Rolls-Royce Boat Tail છે. આ કારની કિંમત 20 મિલિયન પાઉન્ડ છે. આ કિંમત સાથે તે વિશ્વની સૌથી મોંઘી કાર બની ગઈ છે. આ કાર પ્રાઈવેટ જેટ કરતા પણ મોંઘી છે. આ કાર 6 મીટર લાંબી ગ્રાન્ડ ટુરર છે જેમાં ગ્રાહકોને કેનોપી રૂફ અને પાછળના ભાગમાં ‘હોસ્ટિંગ સ્યુટ’ મળશે. દરેકને આ કારની કિંમત ઘણી વધારે લાગી હશે, પરંતુ આ કિંમતની સાથે આ કારમાં લક્ઝરી ફીચર્સની પણ કોઈ કમી નહીં હોય. તમને જણાવી દઈએ કે રોલ્સ રોયસ બોટ ટેલના માત્ર 3 યુનિટ જ બનાવવામાં આવ્યા છે. આ કારના પાછળના ભાગનો આકાર યાટ જેવો દેખાય છે. આ કારમાં પ્રખ્યાત સ્વિસ કંપની હાઉસ ઓફ બોવેટની ખાસ કપલ ઘડિયાળ પણ આપવામાં આવી છે.

અહીં જુઓ વીડિયો

ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ
ભૂખ્યા પેટે આ 5 વસ્તુ ખાવાની ભૂલ ક્યારેય ન કરતાં, નિષ્ણાતોએ જણાવ્યા કારણ
ભારતથી કેનેડા કાર વડે જવું સંભવ છે ? જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ ફ્લાવર, જાણો કેમ?
Solar Power Bank : હવે સૂર્યપ્રકાશથી ચાર્જ થશે પાવર બેંક, જુઓ Video
કેન્સર સામે લડી રહેલી હિના ખાન માલદીવ પહોંચી, જુઓ ફોટો

(Video Credit: Supercar tv)

સૌથી મહત્વની વાત એ છે કે આ કારના પાછળના ભાગને પિકનિક ટેબલમાં બદલી શકાય છે. હકીકતમાં કારના પાછળના ભાગને ખોલી શકાય છે, જેમાં મુસાફરોને ડિનર સેટ, ખુરશી, શેમ્પેન ફ્રીઝર, કટલરી, ઓવનની સાથે અન્ય ઘણી પ્રીમિયમ સુવિધાઓ મળે છે જે કંપનીની અન્ય કોઈ કારમાં જોવા મળશે નહીં. આ કાર એક હરતું ફરતું પાર્ટી પ્લેસ છે જેને તમે તમારી અનુકૂળતા મુજબ ગમે ત્યાં લઈ જઈ શકો છો.

રોલ્સ-રોયસ બોટ ટેઈલ એ ચાર સીટની કન્વર્ટિબલ લક્ઝરી કાર છે. આ કારની લંબાઈ 19 ફૂટ, પહોળાઈ 6.7 ફૂટ અને ઊંચાઈ 5.2 ફૂટ છે. આ કારમાં 6.7 લીટર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર માત્ર 5 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

આ પણ વાંચો: Car Ho Toh Aisi : આંખના એક પલકારામાં 100kmphની ઝડપે પહોંચી જાય છે આ કાર! જુઓ Video

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article