Car Ho Toh Aisi : આંખના એક પલકારામાં 100kmphની ઝડપે પહોંચી જાય છે આ કાર! જુઓ Video

|

Oct 15, 2023 | 3:30 PM

Car Ho Toh Aisi : લેમ્બોર્ગિની હુરાકન ટેકનિકામાં (Lamborghini Huracan Tecnica) 5.2-લિટર, નેચરલી એસ્પિરેટેડ V10 એન્જિન છે, જે 640 એચપીનો પાવર અને 565 Nmનું પીક ટોર્ક આઉટપુટ આપી શકે છે. તેમાં 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે, જે પાછળના વ્હીલને પાવર આપે છે. ખાસ વાત એ છે કે આ કારને રોડ અને રેસ ટ્રેક બંને પર ચલાવી શકાય છે. આ કાર કુલ 8 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. કારની ટોપ સ્પીડ 325Kmph છે અને આ કાર એક આંખના પલકારામાં 100kmphની ઝડપે પહોંચી જાય છે.

Car Ho Toh Aisi : આંખના એક પલકારામાં 100kmphની ઝડપે પહોંચી જાય છે આ કાર! જુઓ Video
Lamborghini Huracan Tecnica
Image Credit source: Lamborghini

Follow us on

Car Ho Toh Aisi : લેમ્બોર્ગિનીની નવી Lamborghini Huracan Tecnicaમાં એ જ V10 એન્જિન છે જે હુરાકન STOમાં કામ કરે છે. ખાસ વાત એ છે કે આ કારને રોડ અને રેસ ટ્રેક બંને પર ચલાવી શકાય છે. આ કાર કુલ 8 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. કારની ટોપ સ્પીડ 325Kmph છે અને આ કાર એક આંખના પલકારામાં 100kmphની ઝડપે પહોંચી જાય છે.

એક્સટીરિયરની વાત કરીએ તો તેની ડિઝાઈન સિયાન હાઈબ્રિડ હાઈપરકાર જેવી જ છે. તે કાર્બન-ફાઈબર બોનેટ, રિયર ડિફ્યુઝર અને ફિક્સ્ડ રિયર સ્પોઈલર સાથે છે. વાહનને ખૂબ જ એરો-ડાયનેમિક ડિઝાઈન આપવામાં આવી છે. વર્ટિકલ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ કોકપિટ આ કારની અંદરની બાજુએ ઉપલબ્ધ છે. આ કારના અંદાજિત કિંમત 4.04 કરોડ રૂપિયા છે. Huracan Tecnicaનું વજન માત્ર 1,379 kg છે. ભારતમાં આ કાર McLaren 720S અને Ferrari F8 Tributo જેવી સ્પોર્ટ્સ કારને ટક્કર આપે છે.

અહીં જુઓ વીડિયો

 (Video Credit: Auto Car India You Tube)

વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?
Burning Cloves : ઘરમાં લવિંગ સળગાવવાથી શું થાય ? જાણી લો
દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી શું થાય ? જાણી લો
રવિચંદ્રન અશ્વિનની વાસ્તવિક ઉંમર કેટલી છે?
દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન

હુરાકન ટેકનિકામાં 5.2-લિટર, નેચરલી એસ્પિરેટેડ V10 એન્જિન છે, જે 640 એચપીનો પાવર અને 565 Nmનું પીક ટોર્ક આઉટપુટ આપી શકે છે. તેમાં 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે, જે પાછળના વ્હીલને પાવર આપે છે. કારને 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપમાં 3.2 સેકન્ડ અને 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં 9.1 સેકન્ડ લાગે છે. તેની ટોપ સ્પીડ 325 કિમી પ્રતિ કલાક છે.

આ પણ વાંચો: Car Ho Toh Aisi : સૌથી શક્તિશાળી ઓપન-ટોપ સ્પોર્ટ્સ કાર, ફીચર્સ જોઈ થઈ જશો દિવાના, જુઓ Video

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article