Car Ho Toh Aisi : રોલ્સ-રોયસ કુલીનન જેવી જ લાગે છે આ કાર ! જુઓ Video

|

Oct 09, 2023 | 9:22 PM

Car Ho Toh Aisi: હોંગકી ઈ-એચએસ9ની બાકીની ડિઝાઈન પણ રોલ્સ-રોયસ કુલીનન જેવી જ લાગે છે, જે મલ્ટી-સ્પોક એલોય વ્હીલ્સ, ડોર-માઉન્ટેડ રીઅરવ્યુ મિરર્સ અને એન્ગુલર ડી-પિલર્સની ડિઝાઈન પરથી સ્પષ્ટ થાય છે. હોંગકી ઈ-એચએસ9ની કેબિન પણ શાનદાર છે, જેમાં ડેશબોર્ડની પહોળાઈ જેટલી મોટી ટીએફટી સ્ક્રીન લેઆઉટ છે. આ થ્રી-રોની કાર બે બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, 83 kWh બેટરી જે 496 કિમીની રેન્જ આપશે અને 120 kWh બેટરી જે 690 કિમીની રેન્જ આપશે.

Car Ho Toh Aisi : રોલ્સ-રોયસ કુલીનન જેવી જ લાગે છે આ કાર ! જુઓ Video
Hongqi E-HS9

Follow us on

Car Ho Toh Aisi: હોંગકી ઈ-એચએસ9ની (Hongqi e-HS9) ડિઝાઈન રોલ્સ-રોયસ કુલીનન જેવી જ છે. નવી લક્ઝરી કાર Hongqi HS9 નું ઓલ-ઈલેક્ટ્રિક વર્ઝન છે. હોંગકી ઈ-એચએસ9 આગળની ગ્રિલ માટે ઊભી સ્લેટ્સ ધરાવે છે, જેમ કે રોલ્સ-રોયસ કુલીનન પર જોવા મળે છે. HE-HS9 હેડલેમ્પ્સ માટે સ્પ્લિટ ડિઝાઇન થીમ અપનાવે છે, જેમાં ઉપરનો ભાગ ડીઆરએલ અને ટર્ન ઈન્ડિકેટર તરીકે સેવા આપે છે અને નીચેનો ભાગ ટ્રેપેઝોઈડલ આકારની ઓલ-એલઈડી હેડલેમ્પ્સ ધરાવે છે.

હોંગકી ઈ-એચએસ9ની બાકીની ડિઝાઈન પણ રોલ્સ-રોયસ કુલીનન જેવી જ લાગે છે, જે મલ્ટી-સ્પોક એલોય વ્હીલ્સ, ડોર-માઉન્ટેડ રીઅરવ્યુ મિરર્સ અને એન્ગુલર ડી-પિલર્સની ડિઝાઈન પરથી સ્પષ્ટ થાય છે. હોંગકી ઈ-એચએસ9ની કેબિન પણ શાનદાર છે, જેમાં ડેશબોર્ડની પહોળાઈ જેટલી મોટી ટીએફટી સ્ક્રીન લેઆઉટ છે. આ થ્રી-રોની કાર બે બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, 83 kWh બેટરી જે 496 કિમીની રેન્જ આપશે અને 120 kWh બેટરી જે 690 કિમીની રેન્જ આપશે.

અહીં જુઓ વીડિયો

ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?
ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ
ભૂખ્યા પેટે આ 5 વસ્તુ ખાવાની ભૂલ ક્યારેય ન કરતાં, નિષ્ણાતોએ જણાવ્યા કારણ
ભારતથી કેનેડા કાર વડે જવું સંભવ છે ? જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ ફ્લાવર, જાણો કેમ?
Solar Power Bank : હવે સૂર્યપ્રકાશથી ચાર્જ થશે પાવર બેંક, જુઓ Video

(Video Credit: Supercar Blondie You Tube)

જ્યારે રોલ્સ-રોયસ કુલીનનની કિંમત રૂ. 6.95 કરોડ (એક્સ-શોરૂમ, ભારત) છે, ત્યારે Hongqi e-HS9 ને ચીન અને અન્ય વૈશ્વિક બજારોમાં 80,000 ડોલરમાં લોન્ચ કરવામાં આવી છે, જે ભારતીય ચલણમાં આશરે 66.50 લાખ રુપિયા છે.

આ પણ વાંચો: Car Ho Toh Aisi: 500 kmphની ટોપ સ્પીડ પર ચાલશે આ કાર? જુઓ Video

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article