Car Ho Toh Aisi: માત્ર રોડ પર જ નહીં, પરંતુ પાણીમાં પણ ચાલશે આ કાર? જુઓ Video

|

Oct 03, 2023 | 9:53 PM

Car Ho Toh Aisi: YangWang U8ને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે આ કાર માત્ર પહાડો પર જ નહીં પરંતુ માછલીની જેમ પાણીમાં પણ સરળતાથી ચાલવામાં સક્ષમ છે. આ સિવાય આ કારમાં અન્ય ઘણા ફીચર્સ છે, આ કાર ફૂલ ચાર્જ પર 1000 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તમને જણાવી દઈએ કે આ કારમાં 75 લીટરની ફ્યુઅલ ટેન્ક પણ છે. 49kWhની ક્ષમતાવાળી બેટરી આપવામાં આવી છે, આ વાહન એક જ વારમાં 1000 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

Car Ho Toh Aisi: માત્ર રોડ પર જ નહીં, પરંતુ પાણીમાં પણ ચાલશે આ કાર? જુઓ Video
BYD YangWang U8
Image Credit source: You Tube

Follow us on

Car Ho Toh Aisi: ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની BYD એ એક નવી ઈલેક્ટ્રિક SUV રજૂ કરી છે, આ એસયુવી કંપનીની પ્રીમિયમ બ્રાન્ડ YangWang હેઠળ લોન્ચ કરવામાં આવી છે. આ કારનું નામ YangWang U8 છે, આ કારની એક વાત જે તેને અલગ બનાવે છે તે એ છે કે આ ઓફરોડર માત્ર પર્વતીય વિસ્તારોમાં જ નહીં પરંતુ પાણીમાં પણ તરી શકે છે. આ કારને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે માત્ર રસ્તા પર જ નહીં પરંતુ પાણીમાં પણ ઝડપથી દોડે છે.

YangWang U8 ઈલેક્ટ્રિક એસયુવીમાં માત્ર એક-બે નહીં પરંતુ અનેક એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઈલેક્ટ્રિક એસયુવી ડૂબ્યા વિના પાણીમાં 1 મીટરથી 1.4 મીટર સુધી જઈ શકે છે. આ કારમાં એવી ઘણી વસ્તુઓ છે જે તમને હેરાન કરી દેશે. આ કારમાં 2.0 લીટરની ક્ષમતાવાળું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન હશે. તમને જણાવી દઈએ કે આ કારમાં 75 લીટરની ફ્યુઅલ ટેન્ક પણ છે. 49kWhની ક્ષમતાવાળી બેટરી આપવામાં આવી છે, આ વાહન એક જ વારમાં 1000 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

અહીં જુઓ વીડિયો

Bigg Boss 18 માંથી બહાર થઈ 25 વર્ષીય આ અભિનેત્રી, જુઓ ફોટો
કયા લોકોએ શિંગોડા ન ખાવા જોઈએ? નિષ્ણાત પાસેથી જાણીએ
દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર
આજનું રાશિફળ તારીખ : 25-10-2024
ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?
ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ

(Video Credit: Supercar Blondie You Tube)

ચાર્જિંગ સમયની વાત કરીએ તો આ વાહનને 30 થી 80 ટકા ચાર્જ થવામાં લગભગ 18 મિનિટ લાગે છે. આ કારને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તમામ દરવાજા અને એક્ઝિટ પોઈન્ટ સીલ બંધ રહે છે જેથી કારની અંદર પાણી ન આવી શકે. આ એસયુવી પાણીની સપાટી પર 30 મિનિટ અને લગભગ 3 કિલોમીટર સુધી તરતી રહેવા સક્ષમ છે. આ ફિચર ઈમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

આ એસયુવીમાં હાઈ રિઝોલ્યુશન ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જર, 22 સ્પીકર સેટઅપ, મલ્ટી-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ અને લેધર સીટ જેવી ઘણી ખાસિયતો છે. આ ઈલેક્ટ્રિક SUVની કિંમત 1.5 લાખ ડોલર એટલ કે લગભગ 1 કરોડ 24 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો: Car Ho Toh Aisi: આ કારમાં છે 11 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, જુઓ Video

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:53 pm, Tue, 3 October 23

Next Article