Car Ho Toh Aisi : દુનિયાની સૌથી ઝડપી કાર બુગાટી ચિરોન સુપર સ્પોર્ટ 300+ છે. તેમાં 7993cc, ક્વાડ ટર્બોચાર્જ્ડ, W16, DOHC પેટ્રોલ એન્જિન છે. તેમાં 7-સ્પીડ DSG ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. બુગાટી ચિરોન સુપર સ્પોર્ટ 300+ ની ટોપ સ્પીડ 490.4847kmph (304.773mph) છે. આ સિવાય બુગાટી તેની સુપર સ્પોર્ટ્સ કાર માટે જ જાણીતી છે. આ કારના માત્ર 30 યુનિટ જ તૈયાર કરવામાં આવ્યા છે તમામ 30 યુનિટ વેચાઈ ચૂક્યા છે. કારને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે પહેલી નજરમાં કોઈપણને સારી લાગી શકે. આ કારની કિંમત લગભગ 4 મિલિયન ડોલર છે, જે ભારતીય ચલણમાં 32 કરોડ રૂપિયાથી વધુ છે.
(VC: BUGATTI YOUTUBE)
ઈન્ટિરિયરની વાત કરીએ તો આ 2-સીટર હાઈપરકારની બીજી એટલે કે પેસેન્જર સીટ હટાવી દેવામાં આવી છે. તેની જગ્યાએ કોમ્પ્યુટર સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય ડ્રાઈવર માટે નવી સેફ્ટી સીટ લગાવવામાં આવી છે. આ સિવાય ડ્રાઈવરની સુરક્ષા માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: Car Ho Toh Aisi : આ કારમાં તમારી હેલ્થ ચેક કરવા માટે છે AI સિસ્ટમ ! Video
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો