લગભગ 2 દાયકા પહેલા ચેતક સ્કૂટર ખૂબ લોકપ્રિય હતું. ત્યારે હવે આ સ્કૂટર ઇલેક્ટ્રિક અવતાર પણ ઉપલબ્ધ છે. જો તમે પણ આ તહેવારની સિઝનમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માંગો છો, તો બજાજ ઓટોનું બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર તમારા માટે એક સારો ઓપ્શન છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે આ સ્કૂટર ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.
ભારતમાં પેટ્રોલ સ્કૂટરની સાથે સાથે ઇલેક્ટ્રિક સ્કૂટરનું પણ ચલણ વધ્યું છે. વધતા જતી પેટ્રોલની કિંમતના કારણે લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરની મધ્યપ્રદેશમાં અને ગુજરાતમાં કેટલી કિંમત છે અને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે તેના વિશે જણાવીશું.
જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને બજાજ ચેતક ઈ-સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સ્કૂટર તમને મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળશે. બજાજ ચેતક ઈ-સ્કૂટર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ સ્કૂટર પર રૂપિયા 6 હજાર સુધીનો ફાયદો થશે.
જો તમે બજાજ ચેતક ઈ-સ્કૂટર ખરીદવા માંગો છો, તો આ બાઈક મધ્યપ્રદેશની સપખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના જાબુઆમાં બજાજ ચેતક ઈ-સ્કૂટરની ઓન રોડ પ્રાઇસ 1.31 લાખ રૂપિયા છે. જ્યારે આ જ ઈ-સ્કૂટર ગુજરાતના ગોધરામાં તમને 1.25 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે બજાજ ચેતક ઈ-સ્કૂટરને ગુજરાતમાંથી ખરીદશો તો તમને 6 હજાર રૂપિયાનો ફાયદો થશે.
આ પણ વાંચો ચીપ કાર ડીલ: MG એસ્ટર કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે આટલા હજારનો ફાયદો
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો