અનંત-રાધિકાના પ્રી-વેડિંગ માટે ચાઈનીઝ ઇલેક્ટ્રિક કારમાં એરપોર્ટ પહોંચ્યા અનિલ અંબાણી, જાણો આ લક્ઝરી કારની ખાસિયત

અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ 29 મેથી 1 જૂન 2024 વચ્ચે ઈટાલી અને ફ્રાન્સમાં થવા જઈ રહ્યા છે. આ ફંકશન માટે અંબાણી પરિવારના લોકો પહોંચવા લાગ્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ મુંબઈ એરપોર્ટ પર ચાઈનીઝ ઇલેક્ટ્રિક કારમાં જોવા મળ્યા હતા. ત્યારે આ લેખમાં આ કારના ફીચર્સ અને કિંમત વિશે જાણીશું.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ માટે ચાઈનીઝ ઇલેક્ટ્રિક કારમાં એરપોર્ટ પહોંચ્યા અનિલ અંબાણી, જાણો આ લક્ઝરી કારની ખાસિયત
Anil Ambani
| Updated on: Jun 01, 2024 | 5:12 PM

હાલમાં ભારતના સૌથી ધનિક અંબાણી પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આ કપલના બીજા પ્રી-વેડિંગ 29 મેથી 1 જૂન 2024 વચ્ચે ઈટાલી અને ફ્રાન્સમાં થવા જઈ રહ્યા છે. આ ફંકશન માટે અંબાણી પરિવારના લોકો પહોંચવા લાગ્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

અનિલ અંબાણી તેમની ચાઈનીઝ ઈલેક્ટ્રિક કાર BYD સીલમાં એરપોર્ટ પહોંચ્યા હતા અને અહીંથી તેઓ ઈટાલી જવા રવાના થયા હતા. આ કારના વીડિયો અને શોર્ટ્સ વાયરલ થઈ રહ્યા છે, જે મુજબ અનિલ અંબાણી પોતે આ ઇલેક્ટ્રિક કાર ચલાવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે BYD એક ચાઈનીઝ કંપની છે.

BYD સીલ ઇલેક્ટ્રિક કાર તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર જ્યારે આ કારના રજીસ્ટ્રેશન નંબરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નામે નોંધાયેલ છે. BYD Seal EVના કલરની વાત કરીએ તો, આર્ક્ટિક બ્લુ, એટલાન્ટિસ ગ્રે, અરોરા વ્હાઇટ અને કોસ્મોસ બ્લેકમાં આવે છે. અનિલ અંબાણીની કાર પણ બ્લુ શેડમાં હતી. આ કાર ડાયનેમિક, પ્રીમિયમ અને પરફોર્મન્સ વેરિઅન્ટમાં આવે છે. વિડિયોમાં દેખાતું મોડેલ પ્રીમિયમ વેરિઅન્ટ હતું.

BYD Seal EVની રેન્જ

BYD Seal EV માં બ્લેડ બેટરી ટેક્નોલોજી આપવામાં આવી છે. આ કાર બે બેટરી પેક વિકલ્પોમાં આવે છે. એક છે 61.44 kWh અને બીજું છે 82.56 kWh. 61.44 kWh બેટરી પેક 204 PS પાવર અને 310 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ સાથે કાર 510 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. જ્યારે 82.56 kWh બેટરી પેક 312 PSનો પાવર અને 360 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સાથે કાર 650 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે.

BYD Seal EVની ફીચર્સ અને સેફ્ટી

આ કાર પ્રીમિયમ ડિઝાઇન સાથે આવે છે, જેમાં LED હેડલાઇટ્સ અને ટેલલેમ્પ્સ, 19-ઇંચ એલોય વ્હીલ્સ, 15.6-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફ્લશ-ફિટિંગ ડોર હેન્ડલ્સ, 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, મેમરી ફંક્શન ડ્રાઇવર સાથે 8-વે ઇલેક્ટ્રિક એડજસ્ટેબલનો સમાવેશ થાય છે. સીટ હેડઅપ ડિસ્પ્લે, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જિંગ, પાવર્ડ ટેલગેટ જેવી સુવિધાઓ સાથે આવે છે.

આ ઈલેક્ટ્રિક કારમાં 10 એરબેગ્સ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ઓટોમેટિક વાઈપર, હિલ હોલ્ડ આસિસ્ટ, એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. BYD Seal EV કારની કિંમત વિશે વાત કરીએ તો, આ કાર 41 લાખ રૂપિયાથી 53 લાખ રૂપિયાની વચ્ચે છે, આ એક્સ-શોરૂમ કિંમત છે.

આ પણ વાંચો મહિન્દ્રા XUV 3X0થી લઈને Tata Nexon સુધી…આ છે 10 લાખથી પણ સસ્તી 5 પાવરફુલ SUV