આવી હશે પ્રથમ ઈલેક્ટ્રિક Flying Car, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ફોટો, 200 કિમીની હશે રેન્જ

આનંદ મહિન્દ્રાએ દેશની પ્રથમ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કારનો ફોટો શેર કર્યો છે. જેની સાથે તેમણે આ ફ્લાઈંગ કારના ફીચર્સ વિશે પણ માહિતી શેર કરી છે. આ સિવાય આનંદ મહિન્દ્રાએ આ ફ્લાઈંગ કારને આવતા વર્ષ સુધીમાં ભારતમાં લોન્ચ કરવાની આશા વ્યક્ત કરી છે.

આવી હશે પ્રથમ ઈલેક્ટ્રિક Flying Car, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ફોટો, 200 કિમીની હશે રેન્જ
Electric Flying Car
| Updated on: May 12, 2024 | 12:09 PM

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હંમેશા એક્ટિવ રહે છે અને તેઓ લોકોને પ્રોત્સાહિત કરતી પોસ્ટ કરતા રહે છે. હાલમાં જ આનંદ મહિન્દ્રાએ દેશની પ્રથમ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કારનો ફોટો શેર કર્યો છે. જેની સાથે તેમણે આ ફ્લાઈંગ કારના ફીચર્સ વિશે પણ માહિતી શેર કરી છે.

આ સિવાય આનંદ મહિન્દ્રાએ આ ફ્લાઈંગ કારને આવતા વર્ષ સુધીમાં ભારતમાં લોન્ચ કરવાની આશા વ્યક્ત કરી છે. જો તમને પણ ફ્લાઈંગ કારનો શોખ છે, તો આ લેખમાં અમે તમને ઇલેક્ટ્રિક ફ્લાઇંગ કારની વિશેષતાઓ અંગે પણ માહિતી આપીશું.

આનંદ મહિન્દ્રાએ શું કહ્યું ?

આનંદ મહિન્દ્રાએ ઇલેક્ટ્રિક ફ્લાઈંગ કારના ફોટો સાથે એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટેક્સી બનાવવા માટે IIT મદ્રાસ દ્વારા એક ઈ-પ્લેન કંપની બનાવવામાં આવી રહી છે અને આ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર આવતા વર્ષ સુધીમાં ઉડી શકે છે.

આ ઉપરાંત તેમની પોસ્ટમાં તેમણે IIT મદ્રાસને વિશ્વના આકર્ષક અને સક્રિય ઇન્ક્યુબેટર તરીકે વર્ણવ્યું છે. આનંદ મહિન્દ્રાએ પણ ઇન્ક્યુબેટરની વધતી સંખ્યા માટે દેશનો આભાર માન્યો અને કહ્યું કે હવે દેશ નવી શોધ કરવામાં પાછળ નથી રહ્યો.

ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સીની વિશેષતાઓ

આનંદ મહિન્દ્રાએ પોતાની પોસ્ટમાં IIT મદ્રાસ દ્વારા બનાવવામાં આવી રહેલી ઈલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સીની વિશેષતાઓ વિશે પણ માહિતી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ ફ્લાઈંગ ટેક્સી એક સાથે 200 કિમીનું અંતર કાપવામાં સક્ષમ હશે. આ ઉપરાંત આ ફ્લાઈંગ ટેક્સીમાં 2 લોકો બેસી શકશે અને તે 200 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે.

આ પણ વાંચો આવી ગઈ તારીખ…આ દિવસે લોન્ચ થશે વિશ્વની પ્રથમ CNG બાઇક