પ્રિયંકા ગાંધી-રૉબર્ટ વાડ્રાની પ્રેમકહાની, કોણે મળાવ્યા આ બંનેને, કોણે કોને પહેલા પ્રપોઝ કર્યું, પરિવારમાં કોને આ બંનેના લગ્ન પર હતો વાંધો

|

Feb 11, 2019 | 10:57 AM

UPA ચેરપર્સન સોનિયા ગાંધીના દીકરી પ્રિયંકા ગાંધીની કોંગ્રેસમાં સત્તાવાર રીતે એન્ટ્રી થતાં જ રાજકારણમાં તેને લઈને ઘણી ચર્ચાઓ થવા લાગી છે. કોંગ્રેસે પ્રિયંકાને મહાસચિવ બનાવી છે અને તેને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. સોમવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાના ભાઈ રાહુલ ગાંધી લખઉ પહોંચ્યા છે અને મેગા રોડ શો કરી રહ્યાં છે. આમ […]

પ્રિયંકા ગાંધી-રૉબર્ટ વાડ્રાની પ્રેમકહાની, કોણે મળાવ્યા આ બંનેને, કોણે કોને પહેલા પ્રપોઝ કર્યું, પરિવારમાં કોને આ બંનેના લગ્ન પર હતો વાંધો

Follow us on

UPA ચેરપર્સન સોનિયા ગાંધીના દીકરી પ્રિયંકા ગાંધીની કોંગ્રેસમાં સત્તાવાર રીતે એન્ટ્રી થતાં જ રાજકારણમાં તેને લઈને ઘણી ચર્ચાઓ થવા લાગી છે. કોંગ્રેસે પ્રિયંકાને મહાસચિવ બનાવી છે અને તેને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે.

સોમવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાના ભાઈ રાહુલ ગાંધી લખઉ પહોંચ્યા છે અને મેગા રોડ શો કરી રહ્યાં છે. આમ તો પ્રિયંકા દેશના સૌથી તાકાતવર રાજનૈતિક પરિવારની દીકરી છે પરંતુ શું તમને પ્રિયંકા વિશે રાજકારણની પૃષ્ઠભૂમિથી હટીને કંઈ જાણો છો?

પ્રિયંકા અને પતિ રૉબર્ટ વાડ્રાની પહેલી મુલાકાત

પ્રિયંકાએ પણ જાણે પોતાના પરિવારની પરંપરાનું પાલન કરતા લવ મેરેજ કર્યાં. પ્રિયંકાને દિલ્હીના એક બિઝનેસમેન રૉબર્ટ વાડ્રા સાથે પ્રેમ થયો. તે પહેલી વાર રૉબર્ટ વાડ્રાને 13 વર્ષની ઉંમરે મળ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ધીરે ધીરે વાતચીતનો દોર શરૂ થયો અને જોતજોતામાં બંને વચ્ચેની દોસ્તી પ્રેમમાં પરિણમી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કારોબારી પરિવારમાં જન્મેલા રૉબર્ટ વાડ્રાની કોઈ રાજકારણની પૃષ્ઠભૂમિ નહોતી. રૉબર્ટ વાડ્રાનો જન્મ 18 એપ્રિલ, 1969માં ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરમાં થયો હતો. મુરાદાબાત પિત્તળના કામ માટે જાણીતું છે.

વાડ્રાના પિતા રાજેન્દ્ર વાડ્રા પિત્તળના વ્યવસાયી હતા અને માતા મૂળ સ્કૉટલૅન્ડના નિવાસી છે. મૂળ રૂપથી રૉબર્ટ વાડ્રાનો પરિવાર પાકિસ્તાનના સિયાલકોટથી છે. ભારત વિભાજનના સમયે રૉબર્ટ વાડ્રાના દાદા ભારત આવીને વસ્યા હતા.

કેવી રીતે થઈ પ્રિયંકા-રૉબર્ટની પહેલી મુલાકાત

TV9 Gujarati

 

રૉબર્ટ વાડ્રા અને પ્રિયંકા એક જ સ્કૂલમાં ભણતા હતા. બંનેની મુલાકાત રૉબર્ટ વાડ્રાની બહેન મિશેલ વાડ્રા દ્વારા થઈ હતી. ત્યારથી બંને એકબીજાના સારા મિત્રો બની ગયા. રૉબર્ટ વાડ્રાનો પરિવાર પિત્તળ અને આર્ટિફિશયલ જ્વેલરીના બિઝનેસમાં હતા. તેઓ પ્રિયંકાને ખાસ જ્વેલરીની ગિફ્ટ પણ આપતા રહેતા. રૉબર્ટ ઓછા સમયમાં પ્રિયંકાના ભાઈ રાહુલ ગાંધીના પણ સારા મિત્ર બની ગયા.

જ્યારે એક વખત પ્રિયંકા મુરાદાબાદમાં રૉબર્ટને મળવા પહોંચી ત્યારે તે બંનેની પ્રેમકહાનીની ચર્ચા શરૂ થઈ ગઈ. જ્યારે કે રૉબર્ટ વાડ્રા નહોતા ઈચ્છતા કે તેમના સંબંધ વિશે કોઈને પણ ખબર પડે.

રૉબર્ટ વાડ્રાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું,

“અમે દિલ્હીની બ્રિટીશ સ્કૂલમાં ભણતા હતા ત્યારે મળ્યા હતા. મને લાગ્યું હતું કે પ્રિયંકાને મારામાં રસ છે. અને અમે બંને એકબીજા સાથે ઘણી વાતો કરતા હતા પરંતુ હું નહોતો ઈચ્છતો કે લોકો આ વિશે વાત કરે અને ખોટું સમજે.”

પ્રિયંકાની આસપાસ કડક સુરક્ષા રહેતી હતી પરંતુ રૉબર્ટ તેના ક્લાસમેટ હોવાથી તે બંને મળી શકતા હતા.

શું થયું જ્યારે બંનેએ લગ્નનો નિર્ણય લીધો?

રૉબર્ટે પ્રિયંકાને લગ્ન માટે પ્રપોઝ કરી. પ્રિયંકા અને તેનો પરિવાર પણ નાનપણથી જ રૉબર્ટને જાણતા હતા એટલે પ્રિયંકાએ તરત જ હા પાડી દીધી. જ્યારે બંનેએ લગ્નનો નિર્ણય લીધો ત્યારે બંને પોતાના પરિવારો પાસે પહોંચ્યા. રિપોર્ટ્સ પ્રમાણે, રૉબર્ટના પિતા પહેલેથી જ આ લગ્ન માટે તૈયાર નહોતા પરંતુ લગ્ન માટે મંજૂરી આપી દીધી.

18 ફેબ્રુઆરી, 1997માં બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્ન સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર હિંદૂ રીતિ-રિવાજોથી થયા. પ્રિયંકા અને રૉબર્ટના બે બાળકો પણ છે. જેમના નામ મિરાયા વાડ્રા અને રેહાન વાડ્રા છે. આખો પરિવાર ગુડગાંવમાં રહે છે.

કેમ પ્રિયંકાની પસંદ બન્યા રૉબર્ડ વાડ્રા?

રૉબર્ટ ના તો કોઈ શ્રીમંત પરિવારથી હતા કે ના તો અસાધારણ પ્રતિભા ધરાવતા. એટલે સુધી કે તે પરીક્ષામાં પણ ફેઈલ થતા પરંતુ પ્રિયંકાને રૉબર્ટની સાદગી પસંદ પડી હતી અને બંનેએ એકબીજા સાથે આખી જિંદગી પસાર કરવાનો નિર્ણય કર્યો.

પ્રિયંકાએ પોતાના પતિ રૉબર્ટ વાડ્રા અંગે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું,

“જ્યારે હું તેમને પહેલી વખત મળી હતી ત્યારે તેમણે મને કંઈક ખાસ કે અલગ રીતે ટ્રીટ ન કરી અને મને એ વાત સારી લાગી. તે દિલના ખૂબ ઈમાનદાર વ્યક્તિ છે. તે પોતાની રીતે જીતે છે અને તેમને બીજી વસ્તુઓ પ્રભાવિત નથી કરતી. તેમના માટે એક હાઈ પ્રોફાઈલ રાજનૈતિક પરિવારનું વાતાવરણ એકદમ નવુ હતું પરંતુ તેમણે જે રીતે આ બધું સંભાળ્યું તે શાનદાર છે.”

આજની તારીખમાં પ્રિયંકા અને રૉબર્ટ દરેક પરિસ્થિતિમાં એકબીજાની સાથે જ હોય છે અને તેના કારણે તેમની પ્રેમકહાનીને ખાસ બનાવે છે.

[yop_poll id=1311]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article