મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડિંગમાં ભારત બન્યો નંબર 1 દેશ, સૌથી વધુ આ એપ થઈ ડાઉનલોડ

ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાને મામલે ભારત દુનિયાનો નંબર 1 દેશ બન્યો છે. તાજેત્તરમાં જ એક અહેવાલ અનુસાર એપ ડાઉનલોડ કરવાના સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો જેમાં ભારતને એપ ડાઉનલોડિંગમાં પ્રથમ સ્થાન મળ્યું છે. વર્ષ 2018માં એક રિપોર્ટમાં દુનિયાની 50 ટકા વસ્તી એટલે કે 3.9 બિલીયન લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં હતા. તેમાં ભારતીયોની […]

મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડિંગમાં ભારત બન્યો નંબર 1 દેશ, સૌથી વધુ આ એપ થઈ ડાઉનલોડ
| Updated on: May 28, 2019 | 3:40 AM

ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાને મામલે ભારત દુનિયાનો નંબર 1 દેશ બન્યો છે. તાજેત્તરમાં જ એક અહેવાલ અનુસાર એપ ડાઉનલોડ કરવાના સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો જેમાં ભારતને એપ ડાઉનલોડિંગમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

વર્ષ 2018માં એક રિપોર્ટમાં દુનિયાની 50 ટકા વસ્તી એટલે કે 3.9 બિલીયન લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં હતા. તેમાં ભારતીયોની ભાગીદારી સૌથી વધુ હતી. ત્યારે આ વર્ષે અન્ય એપ્લિકેશનના મુકાબલે ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ ટિક-ટોક એપ કરવામાં આવી છે.

TV9 Gujarati

 

આ શોર્ટ ઓડિયો-વીડિયો વર્જનવાળી મ્યૂઝિકલ એપ લોકોમાં મનોરંજન એપ તરીકે પસંદ કરવામાં આવે છે. આ એપને લઈને ભારતમાં ઘણાં વિવાદ પણ થયો હતો અને તેની પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતમાં 4 મહિનામાં 4.5 બિલીયન એપ ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. બીજા નંબર પર 3 બિલીયનની સાથે અમેરિકા છે. ભારતમાં આ વર્ષે ગૂગલ પ્લે સ્ટોર પરથી નવી એપ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. થોડા વર્ષોની અંદર ભારતમાં મોબાઈલ અને મોબાઈલની અલગ અલગ એપનો ઉપયોગ ખુબ વધી ગયો છે.

આ પણ વાંચો: જમીનથી હવામાં દુશ્મનોની મિસાઈલને તોડી પાડશે આકાશ-1S, DRDOએ કર્યુ સફળ પરીક્ષણ

ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટની સુવિધાઓ નથી પહોંચી પણ મોબાઈલ અને ઈન્ટરનેટનો લાભ મોટાભાગના લોકો લે છે. ગયા વર્ષે પણ ભારતના લોકોએ સૌથી વધુ એપ્સ ડાઉનલોડ કરી હતી. ભારતમાં ટિક-ટોક એપ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. આ વર્ષે ભારતમાં 88.6 બિલીયન નવા યૂજર્સે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:39 am, Tue, 28 May 19