મોદી સરકાર માટે ઘરે બેસીને કામ કરો અને મેળવો મહિનાના 10 હજાર રુપિયા, ‘House-Wife’ પણ કરી શકે છે આ કામ

ભારતમાં રોજગારીનો પ્રશ્ન મોટો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા અંતગર્ત એક ઘરે બેસીને પૈસા કમાવવાની તક મળી રહી છે. જેમાં ટાઈપિંગ સ્પીડ સારી હોય તે અનિવાર્ય છે. ઘરે બેસીને સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાનમાં હવે કામ કરવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કામ એવું છે જેમાં ડેટા એન્ટ્રી કરવાની રહેશે અને પછી તેના […]

મોદી સરકાર માટે ઘરે બેસીને કામ કરો અને મેળવો મહિનાના 10 હજાર રુપિયા, House-Wife પણ કરી શકે છે આ કામ
| Updated on: Feb 04, 2019 | 11:16 AM

ભારતમાં રોજગારીનો પ્રશ્ન મોટો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા અંતગર્ત એક ઘરે બેસીને પૈસા કમાવવાની તક મળી રહી છે. જેમાં ટાઈપિંગ સ્પીડ સારી હોય તે અનિવાર્ય છે.

ઘરે બેસીને સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાનમાં હવે કામ કરવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કામ એવું છે જેમાં ડેટા એન્ટ્રી કરવાની રહેશે અને પછી તેના આધારે પૈસા પણ ચૂકવવામાં આવશે. આ કામ માટે ઘરમાં લેપટોપ, ઈન્ટરનેટ અને કામ કરનારની સારી એવી ટાઈપિંગ સ્પીડ હોય તે જરુરી છે. આ કામથી ઘરે બેસી કરીને લોકો 10 હજાર સુધીની રકમ કમાઈ શકે છે.

TV9 Gujarati

 

આ કામ સરકાર એટલે આપી રહી છે કારણ કે સરકારને પોતાના જૂનાં કાગળોને ડિજિટલ કરવાના છે. આ કામના કાગળો વધારે હોવાથી આખા ભારતમાં સરકારે લોકોને આ કામ કરવા માટે આમંત્રણ આપ્યું છે. આ કામને લઈને રજિસ્ટ્રેશન કરાવવાની વેબસાઈટ digitizeindia.gov.in છે જેના પર જઈને વિગતો ભર્યા બાદ કામની શરુઆત કરી શકાય છે. પ્રશ્ન થાય કે ચાલો કામ તો કરી લઈએ પણ પૈસા કેવી રીતે ચૂકવવામાં આવશે તો તેના માટે કોઈ વધારે માથાકૂટ નથી. રજિસ્ટ્રેશનના સમયે જે આધારકાર્ડ નંબર આપ્યો હશે તેની સાથે જોડાયેલાં બેંક ખાતામાં કામના પૈસા જમા થઈ જશે.

આ ડિજિટલ ઈન્ડિયાના ડેટા એન્ટ્રીના કામમાં રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે જેને રિડિમ કરીને પણ પૈસા સીધા ખાતામાં મેળવી શકાય છે. સામાન્ય રીતે ખાનગી કંપનીઓ તો ડેટા એન્ટ્રીના કામ ઓનલાઈન કરાવતી હોય જ છે પણ સરકારી કાગળો માટે આ કામ સરકાર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે તે અજુગતું લાગે છે. સરકારે પોતાના કાગળોની માહિતી લીક ન થાય તે માટે પણ આ ડેટા એન્ટ્રીના કામમાં એક ઓનલાઈન સુરક્ષા ઉભી કરી છે.

[yop_poll id=1072]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]