S.G.હાઈવે પર સવારના પહોરમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો, આખરે કેમ આ લોકો વૃક્ષોને ચીપકીને ઉભા રહી ગયા, જુઓ VIDEO

અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આજે સવારે અનોખા દ્રશ્યો સર્જાયા. એસ.જી.હાઈવે પરથી પસાર થનારા લોકો કુતૂલહલવશ આ દ્રશ્યો જોવા પણ ઉભા રહ્યાં.  એસ જી હાઈવે પરથી પસાર થઈ રહેલા લોકોએ સવારે અચાનક જોયું કે રસ્તાની સાઈડ પર આવેલા વૃક્ષો કપાઈ રહ્યાં છે. પરંતુ અચાનક જ કેટલાંક લોકો ત્યાં પહોંચી ગયા. આ લોકો હતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના […]

S.G.હાઈવે પર સવારના પહોરમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો, આખરે કેમ આ લોકો વૃક્ષોને ચીપકીને ઉભા રહી ગયા, જુઓ VIDEO
| Updated on: Feb 13, 2019 | 7:20 AM

અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આજે સવારે અનોખા દ્રશ્યો સર્જાયા. એસ.જી.હાઈવે પરથી પસાર થનારા લોકો કુતૂલહલવશ આ દ્રશ્યો જોવા પણ ઉભા રહ્યાં. 

એસ જી હાઈવે પરથી પસાર થઈ રહેલા લોકોએ સવારે અચાનક જોયું કે રસ્તાની સાઈડ પર આવેલા વૃક્ષો કપાઈ રહ્યાં છે. પરંતુ અચાનક જ કેટલાંક લોકો ત્યાં પહોંચી ગયા. આ લોકો હતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના કાર્યકરો. આ કાર્યકરોએ ત્યાં પહોંચીને ચિપકો મૂનમેન્ટ શરૂ કરી દીધી. દરેક કાર્યકર અલગ અલગ વૃક્ષને પકડીને ઉભા રહી ગયા. સાથે જ હાથમાં બેનર્સ પકડીને ઉભા રહ્યાં. અને વૃક્ષો કાપતા લોકોને ત્યાં જ અટકાવી દીધા.

જુઓ VIDEO:

 

તપાસ કરતા માલૂમ પડ્યું કે જે એસ જી હાઈવે પર અડાલજ કેનાલ પાસે જે લોકો વૃક્ષો કાપી રહ્યાં હતાં તે લોકોને સરકાર દ્વારા જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અમદાવાદ-ગાંધીનગર હાઈવે 6 લૅન કરાઈ રહ્યો છે જેના ભાગરૂપે આ કામગીરી ચાલી રહી હતી. જોકે આ ઘટના થતાં જ પોલીસ અને ફોરેસ્ટના અધિકારીઓ અહીં પહોંચી ગયા. અને હાલ આ વૃક્ષો કાપવાની કામગીરી બંધ કરવામાં આવી છે.

જુઓ VIDEO:

[yop_poll id=1369]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]