બાળકોની કંટાળાની સમસ્યા સામાન્ય બની ગઈ છે, તેવામાં શું કરશો ?

|

Jun 09, 2021 | 3:56 PM

કોરોના ન હતો ત્યાં સુધી આવું બોલવા વાળા બાળકોને માતા-પિતા બાગ-બગીચા, મોલ, પિક્ચર તેમજ શોપિંગ કરવા લઈ જતા હતા. પરંતુ હવે જ્યારે કોરોનાકાળનો સમય ચાલી રહ્યો છે અને બાળકોને બહાર જવાની પરમિશન નથી તેવામાં બાળકો મજબૂરીવશ ઘરમાં જ રહે છે.

બાળકોની કંટાળાની સમસ્યા સામાન્ય બની ગઈ છે, તેવામાં શું કરશો ?
બાળકોની બોરીયતની સમસ્યા સામાન્ય બની ગઈ છે

Follow us on

‘હું શું કરું તો બોર થાઉં છું, તમે મારી સાથે રમવા આવો’. આ વાક્ય એ ઘરોમાં સામાન્ય રીતે વધારે સંભળાવવા મળે છે જ્યાં 6 થી 12 વર્ષના બાળકો (Children) હોય. જ્યાં સુધી કોરોના (Corona) ન હતો ત્યાં સુધી આવું બોલવા વાળા બાળકોને માતા-પિતા બાગ-બગીચા, મોલ, પિક્ચર તેમજ શોપિંગ કરવા લઈ જતા હતા. પરંતુ હવે જ્યારે કોરોનાકાળનો સમય ચાલી રહ્યો છે અને બાળકોને બહાર જવાની પરમિશન નથી તેવામાં બાળકો મજબૂરીવશ ઘરમાં જ રહે છે.

જ્યારે બાળકો એવું કહે છે કે ‘હું બોર થાઉં છું’ ત્યારે માતા-પિતાને ઘણો ગુસ્સો પણ આવતો હશે. બાળકોની બોરિયતની સમસ્યા માતા-પિતા પોતાની સમસ્યા બની રહે છે અને વિચારવા લાગે છે કે હવે તેઓ શું કરે? 90 ટકા બાળકો માતા-પિતા દ્વારા આપતા દરેક સૂચનોને નકારી કાઢે છે. પરંતુ તમે તેનાથી પરેશાન ન થાઓ.

બાળકો પાસે ઘણા રમકડાં પણ હશે પરંતુ તેમનો હેતુ માતા-પિતાની સાથે રમવા માટેનો હોય છે. જે કદાચ દર વખતે શક્ય નથી હોતું. તેવામાં એવું કરો કે જે કામ તમે કરી રહ્યા છો. તેમાં પણ બાળકોને સામેલ કરો. ક્યાં તો તમારી સાથે વ્યસ્ત થઈ જશે અથવા તો તમારા કામને મુશ્કેલ સમજીને પોતાની રમત રમવા લાગશે. પરંતુ યાદ રાખો કોઈ ત્રીજો વિકલ્પ બાળકને ન આપો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બાળકો સાથે સહાનુભૂતિ બતાવો. બાળકોને શિખવો કે તેની બોરીયત તેની સમસ્યા છે. જેનો ઉકેલ તેને જ વિચારવું પડશે. જ્યારે બાળક એવું કહે મારી પાસે કરવા માટે કશું નથી તો તેને સહાનુભૂતિ બતાવીને એવું કહો કે તે જાતે જ તેનો રસ્તો શોધે. આ રીતે તેના ભવિષ્યના જીવનના ઉતાર ચઢાવને સમજશે અને ભવિષ્યમાં પણ પોતાની મદદ કેવી રીતે કરવી તેની રીત પણ જાતે જ શીખશે.

બાળક જો સતત બોરિયતની ફરિયાદ કરે છે તો તમારે ધ્યાન આપવું પડશે. કારણ કે તેના બે કારણો હોઈ શકે છે કે બાળકો પાસે જે રમકડાં અથવા એક્ટિવિટી ટોયઝ છે તે તેની ઉંમરના હિસાબે નથી. બીજું કે કેટલાક બાળકોને મોટા લોકોને આસપાસ રાખવાની આદત પડવા લાગે છે. જે જોઈએ છે એ એને મળશે જ એવી આદત પણ હોઈ શકે છે.

આ આદતને ધીરે ધીરે દૂર કરી શકાય છે. જ્યારે બાળકોને પોતાની સમસ્યાનો હલ એ જાતે શોધવા કહીએ તો તેનો મતલબ ટીવી જોવું કે મોબાઈલ ચલાવવું અથવા તો ઊંઘવા પર છૂટ આપવી એ નથી. એના પર કડક પ્રતિબંધ મુકવો જોઈએ. તેની જગ્યાએ બાળકને સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ વાળો. સૌથી સારી રીત એ છે કે Story Book બાળકને આપો. બાળકનું મન જે પ્રવૃત્તિમાં રહે એવી પ્રવૃત્તિ સાથે તેને જોડવાનો વધુને વધુ પ્રયાસ કરો. તેની એક્ટિવિટીને પ્રોત્સાહન પણ આપો.

Published On - 3:36 pm, Wed, 9 June 21

Next Article