રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભરશિયાળે છવાયો વરસાદી માહોલ, કમોસમી વરસાદને કારણે રવિપાકને નુકસાનની ભીતિ- વીડિયો

|

Nov 26, 2023 | 8:28 PM

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ અપાયુ છે. રાજ્યભરમાં માવઠાની સ્થિતિ જોવા મળી છે. રવિવાર સવારથી જ રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ અને મોટાભાગના જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં ભરશિયાળે બે સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યુ છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે રાજ્યમાં સોમવારથી વરસાદનું જોર ઘટશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. અમદાવાદ સહિત તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ અપાયુ છે સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ અપાયું છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. પાટણમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા. જિલ્લાના વારાહી, રાધનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્ય. અનેક સ્થળે કરા સાથે વરસાદની શરૂઆત થઈ.

Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ

રાજકોટના માલિયાસણમાં બરફની ચાદર છવાઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. માલિયાસણ પાસે આવેલા બ્રિજ પર બરફની ચાદર પથરાઈ છે. કરા સાથે વરસાદ પડતા શીમલા-મનાલી જેવા દ્રશ્યો સામે આવ્યા. આસપાસના લોકો બ્રિજ ઉપર પહોંચી ગયા હતા અને પ્રાકૃતિક દ્રશ્યોની મજા માણી.

લોધિકા ગ્રામ્યમાં કરા સાથે વરસાદ

આ તરફ લોધીકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. અનેક વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીરું, ચણા, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારમાં કરા સાથે ખાબક્યો વરસાદ. ગોંડલ રોડ, ઢેબર રોડ, થોરાળા, કોઠારીયા, શાપર અને વેરાવળ વિસ્તારમાં માવઠારૂપી વરસાદ વરસ્યો. અમુક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો.

મોરબીમાં કરા સાથે વરસાદ

મોરબીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા. ભારે પવન સાથે કરા પડતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. શિયાળુ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. ધોરાજીના ભાદર કાઠા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. કરા સાથે વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી.

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને દોઢ થી બે કરોડનું નુકસાન

રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. વિરનગર, મોટા દડવા, કમળાપુર,કોઠી, કનેસરામાં થયું માવઠું. નાની લાખાવાડ, શાંતિનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો. કોઠી ગામે ધોધામાર વરસાદ ખાબક્યો. લીલાપુરમાં એક ઈંચ જેટલો નોંધાયો. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને ભારે નુકસાન પહોંચ્યુ. SCA સ્ટેડિયમને નુકસાન થયું. મીડિયા બોક્સના કાચ, બેનર અને છાપરાને નુકસાન થયું. જેના લીધે સ્ટેડિયમમાં ચાલી રહેલી વિજય હઝારે ટ્રોફીની મેચને રદ કરાઈ. સ્ટેડિયમમાં અંદાજે દોઢથી બે કરોડનું નુકસાન થયુ.

ગોંડલ માર્કેટ યાર્ડમાં પલળી ગઈ જણસી

આ તરફ ગોંડલ યાર્ડમાં વરસાદમાં જણસી ગઈ. ખુલ્લામાં પડેલા કપાસ, ડુંગળી અને મરચાં સહિતનો પાક પલળી ગયો. આગાહીના લીધા ખેડૂતોને માલ લઈને ન આવવાની સૂચના આપવામાં આવી હતી. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આગોતરું આયોજન હોવાથી ખેડૂતો નુકસાનથી બચ્યાં. મગફળી અને કપાસનો પાક શેડ નીચે મૂકી દેવાયો. વરસાદની આગાહીથી માર્કેટ યાર્ડના સંચાલકોએ આવક બંધ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી જીરું, વરીયાળી, ચણા, ઘઉં, મેથી, અજમો, રાયડો, એરંડા અને ઈસબગુલના પાકમાં મોટી નુકસાનીની ભીતિ સેવાઈ છે.

યજ્ઞ, લગ્ન પ્રસંગમાં વિલન બન્યો વરસાદ

અમદાવાદમાં યજ્ઞ અને લગ્ન પ્રસંગમાં વરસાદ વિલન બન્યો. કમોસમી વરસાદને કારણે યજ્ઞ અને લગ્ન પ્રસંગમાં વિક્ષેપ પડ્યો. યજ્ઞ અને લગ્ન પ્રસંગમાં તાડપત્રીનો સહારો લેવો પડ્યો.વરસાદને કારણે યજમાન સહિત મહેમાનો હેરાન થયા. મોરબીના મિયાણીમાં ધાર્મિક કાર્યમાં વરસાદ વિઘ્ન બન્યો. ભારે પવન ફૂંકાઈને આવેલા વરસાદમાં મંડપ ઉડી ગયો. સમગ્ર મંડપ વેરવિખેર થયો હતો.

સુરતમાં પાર્ટી પ્લોટ માલિકોને લાખોનું નુકસાન

શિયાળાના વરસાદે સુરતમાં લોકોને હેરાન કર્યા. ભારે પવનના કારણે લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવ્યું. તોફાની પવન ફુંકાતા મંડપની સાથે ખુરશીઓ પણ ઉડી ગઈ. ગ્રાઉન્ડમાં પાણી ફરી વળતા પાર્ટી પ્લોટ માલિકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યુ. આ તરફ સુરતમાં ભારે પવનના કારણે પતરાથી બનાવેલો તબેલાનો શેડ ઉડીને રસ્તા પર આવી ગયો. રોડ પર શેડ ઉડીને પડતાં ઓલપાડ-સરોલીનો એક બાજુનો રોડ બંધ. પવનમાં સોલાર પેનલ ઉખડી જતાં નુકસાન પહોંચ્યુ છે. પોલીસે રસ્તા પર પડેલા શેડને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અંભેટા ગામે ભારે પવનને કારણે અનેક ઘરોના પતરાં અને નળિયાઓ ઉડી ગયા. કેટલાક સ્થળે ઝાડ પડવાની સાથે પશુઓનો ઘાસચારો પણ બગડ્યો.

ઓલપાડમાં તબેલા જમીનદોસ્ત, માલધારીઓનો ઘાસચારો પલળી ગયો

સુરતમાં ભારે પવન સાથે પડેલા વરસાદમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. ભાઠા ગામમાં 4 મકાનો પર ઝાડ પડ્યું. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઝાડ હટાવવાની કામગીરી કરી. જિલ્લામાં ગાજ વીજ સાથે વરસાદ પડ્યો. વરસાદના કારણે દાંડી રોડ પર ઝાડ પડતા રસ્તો ઠપ્પ થયો હતો. 20 જેટલા ગામો તેનાથી પ્રભાવિત થયા છે. નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા. કમોસમી વરસાદ ઓલપાડમાં વિનાશ વેર્યો. ભારે પવનના કારણે માલધારીઓના તબેલા જમીન દોસ્ત થયા. પશુઓ માટે સંગ્રહ કરેલો ઘાસચારો પણ પલળી ગયો. આ તરફ ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો. વીજળીના કડાકા સાથે ભારે પવન ફુંકાયો.. ભડકોદ્રા ગામે ભારે પવનથી લગ્નનો મંડપ ફાટી ગયો.

Next Article