YOGI ADITYANATHએ મથુરા અને વૃંદાવન વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

|

Dec 29, 2021 | 11:05 PM

MATHURA VRINDAVAN : તેમણે કહ્યું રામ મંદિરના નિર્માણની શરૂઆત બાદ કાશીમાં ભગવાન વિશ્વનાથનું ધામ પણ ભવ્ય રીતે બનાવવામાં આવી રહ્યું છે. તો પછી મથુરા-વૃંદાવન કેવી રીતે બાકાત રહે?

UTTAR PRADESH : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે 29 ડિસેમ્બરે અમરોહા જિલ્લામાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ત્યારબાદ યોગી આદિત્યનાથે જાહેર સભામાં ઉપસ્થિત લોકોને યાદ અપાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સનાતન આસ્થા સાથે જોડાયેલા તીર્થસ્થળો, મંદિરો વગેરેનો ફરીથી કેવી રીતે જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, અમે કહ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણનું કામ શરૂ કરવામાં આવશે, મોદીજીએ કામ શરૂ કર્યું છે, કાશીમાં ભગવાન વિશ્વનાથનું ધામ પણ ભવ્ય રીતે બનાવવામાં આવી રહ્યું છે. તો પછી મથુરા-વૃંદાવન કેવી રીતે બાકાત રહે? ત્યાં પણ ભવ્યતા સાથે કામ આગળ વધ્યું છે. યોગીએ કહ્યું કે અમારી સરકારે બ્રિજ તીર્થ વિકાસ પરિષદની રચના કરીને ત્યાંના વિકાસ કાર્યોને નવી ગતિ આપવાનું શરૂ કર્યું છે.

યોગી આદિત્યનાથે કહ્યું, “SP અને BSP અધ્યક્ષ માટે તેમના જ પરિવારો જ રાજ્ય હતા.ભાજપ માટે રાજ્યની 25 કરોડની જનતા તેમનો પરિવાર છે. ભાજપે આ પરિવાર ની સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી છે. ”

વિરોધીઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “બુઆ, બબુઆ અને ભાઈ-બહેન કોરોના સંકટ દરમિયાન દેખાયા ન હતા. હવે જ્યારે તે વોટ માંગવા આવે છો તો તમે જવાબ માંગો. તેમને પૂછો કે તેમની સરકાર દરમિયાન તેમને ઘર અને ગરીબો મફત રાશન કેમ નથી મળ્યું.”

આ પણ વાંચો : Jammu Kashmir: અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક પોલીસકર્મી ઘાયલ

Next Video