Viral Video : દુલ્હને ગુસ્સામાં બધાની સામે વરરાજા પર ફેંકી મિઠાઇ, વીડિયો જોઇ લોકો ચોંકી ઉઠ્યા

દુલ્હન પોતાના ભાવી પતિને મિઠાઇ ખવડાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે વરરાજાએ મિઠાઇ ખાવામાં આનાકાની કરી, તો આ દુલ્હન ગુસ્સે થઇ ગઇ અને બધાની સામે વરરાજા પર જ મિઠાઇ ફેંકી દીધી.

Viral Video : દુલ્હને ગુસ્સામાં બધાની સામે વરરાજા પર ફેંકી મિઠાઇ, વીડિયો જોઇ લોકો ચોંકી ઉઠ્યા
દુલ્હને વરરાજા પર ફેંકી મિઠાઇ
| Edited By: | Updated on: Jun 14, 2021 | 9:05 PM

કોઇ પણ વ્યક્તિ માટે તેમના લગ્નનો દિવસ ખુબ જ ખાસ હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે ઘણા બધા લોકો રાત-દિવસ મહેનત કરે છે. લોકો લગ્ન પ્રસંગ પાછળ લાખોનો ખર્ચો કરી નાંખે છે. ભારતમાં લગ્ન પ્રસંગ પતાવવો ભારે મહેનતનું કામ છે, પ્રસંગ પતાવતા પતાવતા લોકોના આંખે પાણી આવી જાય છે. પરિણામે લોકો કેટલીક વાર પોતાના ગુસ્સા પર કાબૂ નથી રાખી શકતા અને શુભ પ્રસંગ બગડી જાય છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવા જ કિસ્સાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં એક દુલ્હન પોતાના થનાર પતિ પર મિઠાઇ ફેંકતી જોવા મળે છે. આ વીડિયો લોકો દ્વારા ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે અને લોકો વીડિયો જોઇ વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

વીડિયોમાં દુલ્હન પોતાના ભાવી પતિને મિઠાઇ ખવડાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ જ્યારે વરરાજાએ મિઠાઇ ખાવામાં આનાકાની કરી તો આ દુલ્હન ગુસ્સે થઇ ગઇ અને બધાની સામે વરરાજાના પર જ મિઠાઇ ફેંકી દીધી. લગ્નમાં હાજર મહેમાનો આ દ્રશ્ય જોઇને ચોંકી ઉઠ્યા હતા

વીડિયો જોઇને નેટીઝન્સ અલગ અલગ શક્યતાઓ વિશે કોમેન્ટ્સ કરી રહ્યા છે. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોઇને કેટલાક લોકોએ લખ્યુ કે, કદાચ આ લગ્ન દુલ્હનની મજૂરી વગર જબરદસ્તી થઇ રહ્યા હશે તો કેટલાક લોકો દુલ્હનને નાદાન કહી રહ્યા છે.

વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર tube.indian નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે અને 40 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે

આ પણ વાંચો – Ahmedabad : સાઇલેન્સર અને ઢોરની ચોરી કરતી આંતરરાજય ગેંગનો પર્દાફાશ, 14 આરોપીની ધરપકડ, 4 આરોપી હજુ ફરાર

આ પણ વાંચો – Surat: શહેર વચ્ચે પસાર થતી ખાડીમાં મચ્છરોનો ત્રાસ, સફાઈના નામે આશ્વાસન આપતા નેતાઓથી સ્થાનિકો અકળાયા

Published On - 9:05 pm, Mon, 14 June 21