Viral Video : રાજસ્થાનમાં વરરાજાને લઇને ભાગી ઘોડી, જુઓ પછી શું થયુ ?

|

Jul 22, 2021 | 8:15 AM

Viral Video : રામપુર ગામ પાસે એક જાન કાઢવામાં આવી રહી હતી ત્યારે ફટાકડાના અવાજથી ઘોડી ડરી ગઇ અને લોકોની ભીડ વચ્ચે ઘોડી ઝડપથી ભાગી સાથે જ વરરાજાને પણ ભગાડીને લઇ ગઇ.

લગ્નને લઇને આપણા દેશમાં અલગ જ ઉત્સાહ જોવા મળે છે. મહીના પહેલાથી આ માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવે છે, જેથી લગ્નમાં કોઇ ખોટ ન રહી જાય. પરંતુ જ્યારે લગ્નના રંગમાં ભંગ પડી જાય તો સ્વાભાવિક છે કે મૂડ ખરાબ થઇ જશે. એવુ જ રાજસ્થાનના અજમેરમાં એક લગ્નમાં થયુ. જ્યાં ઘોડી વરરાજાને લઇને જ ભાગી ગઇ. જાન દરમિયાન ઘોડી દોડવા લાગી.

રાજસ્થાનમાં (Rajasthan) એક લગ્ન સમારોહમાં થયેલી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો. મામલો અજમેરના નસીરાબાદનો છે, જ્યાં રામપુર ગામ પાસે એક જાન કાઢવામાં આવી રહી હતી. ત્યારે ફટાકડાના અવાજથી ઘોડી ડરી ગઇ અને લોકોની ભીડ વચ્ચે ઘોડી ઝડપથી ભાગી સાથે જ વરરાજાને પણ ભગાડીને લઇ ગઇ વરરાજાએ તેને રોકવાની કોશિશ કરી પણ તે રોકાઇ નહી.

સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ નહીં

આ ઘટના બાદ હડકંપ મંચી ગયો. ત્યારબાદ જાનૈયાઓને જે સાધન મળ્યુ તે સાધન લઇને ઘોડીનો પીછો કરવા નીકળી પડ્યા. 4 કિલોમીટર બાદ ઘોડીને રોકી શકાય અને વરરાજાને ઘોડી પરથી ઉતારાયો, જો કે સદનસીબે કોઇ મોટી દૂર્ઘટના ન થઇ. વરરાજાને પણ કંઇ થયુ નહિ પરંતુ તેની તબિયત ખરાબ થઇ ગઇ.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ 

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો ન માત્ર આને એકબીજા સાથે શેર કરી રહ્યા છે. પરંતુ અલગ અલગ કોમેન્ટ્સ  કરી રહ્યા છે અને રિએક્શન પણ આપી રહ્યા છે. વીડિયોને જોઇ કેટલાક લોકો ડરી ગયા તો કેટલાક લોકોએ વરરાજાની હાલત પર ચિંતા પણ વ્યક્ત કરી.

Next Video