VALSAD : સ્થાનિક ચૂંટણી માટે ભાજપનો પૂરજોશમાં પ્રચાર, આદીજાતિ પ્રધાન રમણ પાટકર પ્રચાર મેદાનમાં ઉતર્યા

|

Feb 25, 2021 | 6:32 PM

VALSAD : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જોરશોરથી ચાલી રહ્યો છે પ્રચાર.જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત સાથે ઉમરગામ નગર પાલિકા પર સત્તા કબજે કરવા છેલ્લી ઘડીએ ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે.

VALSAD : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જોરશોરથી ચાલી રહ્યો છે પ્રચાર. મહાનગરપાલિકાઓની જેમ વલસાડ જિલ્લાની જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત સાથે ઉમરગામ નગર પાલિકા પર સત્તા કબજે કરવા છેલ્લી ઘડીએ ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે ધારાસભ્યો સહિત રાજ્યના વન અને આદિજાતિપ્રધાન રમણ પાટકરને પણ પ્રચારના મેદાનમાં ઉતાર્યા છે. તેઓ નાની-નાની ઓટલા બેઠકો અને ડોર-ટુ-ડોર પ્રચાર કરીને મતદારોને રિઝવવા પ્રયત્નો કરી રહ્યા છે. મહત્વનું છે કે વલસાડ જિલ્લા પંચાયત પર અને જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાંથી પાંચ તાલુકા પંચાયતો અને ઉમરગામ નગરપાલિકા પર ભાજપનું શાસન હતું. જે જાળવી રાખવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

 

Published On - 6:32 pm, Thu, 25 February 21

Next Video