CORONA : કોવીડ નિયમોનો ભંગ કરનારા આ દૃશ્યો બની શકે છે ત્રીજી લહેરના આગમનનું મોટું કારણ

|

Jul 10, 2021 | 5:38 PM

દેશના વિવિધ ભાગોના પ્રવાસન સ્થળો પરથી કોવીડ નિયમોના ઘજાગરા ઉડાવતા દૃશ્યો સામે આવ્યા છે, જે ખુબ ભયાનક છે. દેશના હિલ સ્ટેશનો સોલન, કુલ્લુ, મનાલી, શિમલા, નારકંડા મસુરી અને નૈનીતાલના આવા દૃશ્યો સામે આવ્યા છે. બીજી બાજું મહારષ્ટ્રના લોનાવાલાથી પણ આવા દૃશ્યો સામે આવ્યા છે.

CORONA : દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, કેસ ભલે ઓછા થયા પરંતુ હજી પણ કોરોનાના નવા કેસો 40,000 ની સપાટી પર છે. એટલે કે કોરોના વાયરસ (corona virus)ની બીજી લહેર ધીમી પડી છે, પરંતુ કોરોના વાયરસ ગયો નથી. આ દરમિયાન છૂટછાટ મળતા સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) અને માસ્ક (MASK) સહીતના કોવીડ નિયમોનો ભંગ કરનારા એવા ભયાનક દૃશ્યો સામે આવી રહ્યા છે કે તે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર (third wave of corona) ના આગમનનું કારણ બની શકે છે. પ્રશાસન અને સરકાર તરફથી અપાયેલી થોડીક છૂટછાટનો ભણેલા-ગણેલા લોકો ગેરલાભ ઉઠાવીને જાહેરમાં કોવીડ-19 નિયમો અને ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યાં છે.

પ્રવાસન સ્થળો પર વધી રહી છે ભીડ
બે દિવસ પહેલા મનાલી (manali) ની એક બજારનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હવે દેશના વિવિધ ભાગોના પ્રવાસન સ્થળો પરથી કોવીડ નિયમોના ઘજાગરા ઉડાવતા દૃશ્યો સામે આવ્યા છે, જે ખુબ ભયાનક છે. દેશના હિલ સ્ટેશનો સોલન, કુલ્લુ, મનાલી, શિમલા, નારકંડા મસુરી અને નૈનીતાલના આવા દૃશ્યો સામે આવ્યા છે. બીજી બાજું મહારષ્ટ્રના લોનાવાલાથી પણ આવા દૃશ્યો સામે આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયે આપી છે ચેતવણી
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને અન્ય સંબંધિત બાબતો અંગેની કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની દૈનિક પત્રકાર પરિષદમાં મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે મસુરીમાં કેમ્પ્ટી ધોધ (Kempty Falls) પાસે ભેગી થયેલી ભીડનો વિડીયો બતાવ્યો હતો અને કહ્યું હતું કે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હજી સમાપ્ત નથી થઇ અને આપણે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છીએ. આ રીતે મોટી સંખ્યામાં ભેગા થઈને કોરોના વાયરસને આમંત્રણ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ ભીડ ચિંતાનું મોટું કારણ બની રહ્યું છે.

વિશ્વના વવિધ દેશોમાં ફરી વધ્યા કેસો
મંત્રાલયના સચિવે દેશના નાગરીકોને બ્રિટન, રશિયા સહીતના દેશોની સ્થિતિ જોવા અંગે કહ્યું. તેમણે કહ્યું કે બ્રિટન , રશિયા, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, કોરિયા, ઈન્ડોનેશિયામાં કેસ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં ત્રીજી લહેરમાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે. સાઉથ કોરિયામાં પણ કેસ વધી રહ્યા છે. માસ્ક સંબંધિત છૂટ આપી હતી પણ હવે ફરી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં પણ કેસ વધી રહ્યા છે.

બેદરકારીથી વધી શકે છે વાયરસનો પ્રકોપ
આ પત્રકાર પરિષદ દરમિયાન નીતિ આયોગના સભ્ય વીકે પૌલે કહ્યું કે કેન્દ્ર સરકારે કોરોનાના નિયમોના ઉલ્લંઘનના ફોટા પર ચિંતા વ્યક્ત કરી છે. કેટલીય જગ્યા પર ખુલ્લે આમ બેદરકારી થઈ રહી છે. શહેર, બજાર, ટૂરિસ્ટ પ્લેસ પર દરેક જગ્યાએ પ્રધાનમંત્રીએ પણ ભીડને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. બેદરકારીથી વાયરસનો પ્રકોપ વધી શકે છે.

Published On - 5:34 pm, Sat, 10 July 21

Next Video