ભારતમાં આવનાર અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ મુન્દ્રા ખાતે લાંગરાયું, જુઓ Video

|

May 26, 2024 | 9:51 PM

MSC Anna નામનું જહાજ, 26 મેના રોજ મુદ્રા પોર્ટ ખાતે ડોક કરવામાાં આવ્યું હતુ આ ઘટના મુદ્રા પોર્ટ માટે જ નહીં, પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે પણ સીમાચિહ્નરૂપ છે.

ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના (APSEZ) ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. MSC Anna નામનું જહાજ, 26 મેના રોજ મુદ્રા પોર્ટ ખાતે ડોક કરવામાાં આવ્યું હતુ આ ઘટના મુદ્રા પોર્ટ માટે જ નહીં, પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે પણ સીમાચિહ્નરૂપ છે.

MSC Annaની લંબાઈ અંદાજે 399.98 મીટર (લગભગ ચાર ફૂટબોલના મેદાન જેટલી) છે. તે 19200 કન્ટેનરની ક્ષમતા ઘરાવે છે. એક ભારતીય બંદર પર લાંગરવામાં આવેલું આ જહાર અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ છે. તેની ડ્રાક્ટ 16.3 મીટર છે.

આ પણ વાંચો: Rajkot Game Zone Fire : કોણે ઊભો કર્યો હતો મોતનો જનાજો? જુઓ રાજકોટ અગ્નિકાંડ પહેલા આરોપીઓએ ભેગા મળી કરેલો ખેલ 

Next Video