Sabarkantha : વડાલીનું ભજપુરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું, વરઘોડો કાઢવા મુદ્દે પરિવારે માગ્યુ પોલીસ રક્ષણ

|

Mar 05, 2021 | 5:15 PM

Sabarkantha : વડાલીનું ભજપુરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. અહીં અનુસૂચિત જાતિના પરિવારમાં લગ્ન પ્રસંગ છે

Sabarkantha : વડાલીનું ભજપુરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. અહીં અનુસૂચિત જાતિના પરિવારમાં લગ્ન પ્રસંગ છે અને વરઘોડો કાઢવા મુદ્દે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં અનુસૂચિત જાતિના પરિવારના લગ્ન પ્રસંગે વરઘોડો નીકળવા મુદ્દે અનેક વાર અનિચ્છનીય ઘટનાઓ સામે આવી છે, જેથી વડાલીના ભજપુરા ગામમાં વસતા અનુસૂચિત જાતિના પરિવારમાં લગ્ન પ્રસંગ છે, જેમાં પરિવારે ગામમાં વરઘોડો નિકાળવાનું નક્કી કર્યું હતું. પરંતુ લગ્નના વરઘોડામાં વિરોધ થવાની શક્યતાઓ લઇ પરિવારે પોલીસ રક્ષણની માગ કરી, જેને લઈ આજે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગામમાં અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે જિલ્લા પોલીસે પોલીસનો મોટો કાફલો ગામમાં ખડકી દીધો છે. ઉપરાંત પોલીસે ગામના બંને સમાજના લોકો સાથે બેઠક યોજી સમાધાન પણ સાધ્યું છે.

 

 

એક તરફ અનુસૂચિત જાતી પરિવારના યુવકના લગ્નની તમામ તૈયારીઓ પરિવાર દ્વારા આટોપી લેવામાં આવી છે, તો બીજી તરફ ગામમાં વિરોધ થવાની શક્યતાને લઈ પરિવારે સરકાર સમક્ષ પોલીસ રક્ષણની માગ કરી. આવતી કાલે યોજાનાર લગ્નના વરઘોડો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાય એ તે માટે પોલીસે પણ ડીવાયએસપી, ૨ પીઆઇ, ૫ પીએસઆઇ અને ૭૫ પોલીસ કર્મચારીઓનો મોટો પોલીસ કાફલો ભજપુરા ગામમાં ખડકી દીધો છે. પરિવારને આશા છે કે તેમના ઘરનો લગ્નપ્રસંગ શાંતીથી પાર પડશે.

Published On - 5:13 pm, Fri, 5 March 21

Next Video