Rajkot: રસીકરણ અભિયાનને વેગ આપવા મહાનગરપાલિકા દ્વારા નવી રણનિતી તૈયાર, 50 થી વધારે લોકો હશે તો વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવશે

|

Jun 10, 2021 | 2:33 PM

રાજકોટમાં રસીકરણ અભિયાનને વેગ આપવા મહાનગરપાલિકાએ નવી રણનીતિ તૈયાર કરી છે. રાજકોટ મહાનગરપાલિકાએ સોસાયટીઓ, એનજીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓની સાથે બેઠક યોજી હતી.

રાજકોટમાં રસીકરણ (Vaccination) અભિયાનને વેગ આપવા મહાનગરપાલિકાએ નવી રણનીતિ તૈયાર કરી છે. રાજકોટ મહાનગરપાલિકાએ સોસાયટીઓ, એનજીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓની સાથે બેઠક યોજી હતી. જે અંગે હવે 50 થી વધારે લોકો હશે તો વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવશે. તંત્રએ વિવિધ સંગઠનોની યાદી તૈયાર કરી છે અને રાજ્ય સરકારની મંજૂરી બાદ વેક્સિનેશન કેમ્પ કરવામાં આવશે.

આ સંસ્થાઓની સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા સુપર સ્પ્રેડરો જેવા કે ફેરિયા, રિક્ષાચાલકો, ડિલેવરી બોય, સિક્યુરીટી ગાર્ડ માટે પણ ખાસ ડ્રાઇવ રાખવામાં આવી રહી છે અને વધુમાં વધુ વેક્સિનેશન થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. મહત્વનું છે કે મનપા પાસે દરરોજ 20 હજાર લોકોને 15 દિવસ વેક્સિનેશન મળે તેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Published On - 2:32 pm, Thu, 10 June 21

Next Video