Viral Video: 50 ફુટ ઉંડા કુંવામાં પડી મહિલા, ફાયર વિભાગના કર્મચારીઓ કર્યુ રેસ્ક્યૂ, જુઓ રેસ્ક્યૂનો VIDEO

50 ફુટ ઉંડા કુંવામાં પડેલી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી અને રેસ્ક્યૂ ઑપરેશનનો વીડિયો વાયરલ કર્યો. લોકો આ વીડિયોને ખૂબ જ શેર કરી રહ્યા છે અને કમેન્ટ કરી ફાયર વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરી રહ્યા છે.

Viral Video: 50 ફુટ ઉંડા કુંવામાં પડી મહિલા, ફાયર વિભાગના કર્મચારીઓ કર્યુ રેસ્ક્યૂ, જુઓ રેસ્ક્યૂનો VIDEO
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: Aug 12, 2021 | 8:49 AM

કેરળમાં ફાયર વિભાગના કર્મચારીઓએ ખૂબ જ સારુ કામ કર્યુ છે. જે માટે સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા પણ થઇ રહી છે. વાયનાડમાં ફાયર વિભાગના કર્મચારીઓએ એક મહિલાનો જીવ બચાવ્યો છે. જેમણે 50 ફુટ ઉંડા કુંવામાં પડેલી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી. રેસ્ક્યૂ ઑપરેશનનો વીડિયો વાયરલ થયો છે. લોકો આ વીડિયોને ખૂબ જ શેર કરી રહ્યા છે અને કમેન્ટ કરી ફાયર વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરી રહ્યા છે.

 

મહિલાના રેસ્ક્યૂનો વીડિયો એએનઆઈ દ્વારા શેર કરવામાં આવ્યો છે. 1:05મિનિટનો આ વીડિયો છે. આ ક્લિપમાં ફાયર કર્મચારીઓ સાથે-સાથે સ્થાનીય લોકો દમ લગાડીને મહિલાને દોરડાંથી ખેંચી રહ્યા છે. જેથી મહિલાને જલ્ધી બહાર કાઢી શકાય. મહેનત બાદ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાઇ છે. હજી એ વિશે કોઇ ચોક્કસ જાણકારી નથી કે મહિલાને કોઇ પ્રકારની  ઇજા થઇ છે કે નહી.

આપને જણાવી દઇએ મહિલા ફાયર વિભાગના કર્મચારીઓની મદદથી ઉભી થઇ શકી. વીડિયો હજારો લોકો જોઇ ચૂક્યા છે. લોકો કહી રહ્યા છે સ્થાનીય લોકો અને ફાયરના કર્મચારીઓ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો :Viral Video: આને કહેવાય જોરદાર ડ્રાઈવિંગ, બે લાકડી પર SUV ચઢાવી દીધી અને પછી નાળુ કરી દીધુ પસાર, જુઓ VIDEO

આ પણ વાંચોMumbai Local Train Pass: મહિનાના રેલવે પાસ માટે ટિકીટ બારી પર લાગી ભારે ભીડ, BMC કર્મચારીઓ માટે બારકોડ સ્કેન બન્યુ માથાનો દુ:ખાવો